ઊંચા પગારની સરકારી નોકરી છોડી આ શિક્ષકે શરુ કર્યું પશુપાલન, અત્યારે એટલી કમાણી થઇ રહી છે કે…

Share post

હાલમાં ચારેય બાજુ લોકો ખેતી કામ મુકીને પ્રાઈવેટ અથવા તો સરકારી નોકરીની પાછળ દોડી રહ્યા છે પણ આજે અમે એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જેણે સરકારી નોકરીને છોડી દીધી પણ આટલું જ નહિ એ વ્યક્તિએ પોતાનાં પશુપાલનનાં વ્યવસાયને માટે નોકરીને છોડી દીધી હતી. અમરેલી નજીક આવેલ માળીલા ગામમાં રહેતાં એક વ્યક્તિએ પશુપાલનનાં વ્યવસાય માટે સરકારી નોકરીને જતી કરી દીધી હતી.

અમરેલીની નજીકમાં આવેલ માળીલા ગામ એ સમૃદ્ધ ગામ છે. જે અમરેલીથી ચલાલા બાજુ જતાં રસ્તામાં વચ્ચે આવે છે. જેમણે પશુપાલનનાં વ્યવસાયને માટે સરકારી નોકરીને છોડી દીધી એ વ્યક્તિનું નામ છે ગીરીશ ભાઈ વાળા. ગીરીશ ભાઈ વાળા ધોરણ 12 બાદ PTC નો પણ અભ્યાસ કર્યો હતો તેમજ એ શિક્ષક તરીકે પસંદ પણ થયા હતાં પણ એમણે સરકારી નોકરી કરવાનું પસંદ ન કર્યું. શિક્ષક બનવાને બદલે એમણે ખેતીવાડી તથા પશુપાલનને પસંદ કર્યું હતું.

થોડા સમય અગાઉ ગીરીશ ભાઈ વાળા ગામનાં “આત્મા” નામના પ્રોજેક્ટની સાથે જોડાયા હતાં. ત્યારપછી ખેતી તથા પશુપાલનમાં લગભગ કુલ 2-3 લાખની કમાણી કરી રહ્યાં છે. આજે એમના ઘર આંગણે કુલ 13 જેટલા પશુધન છે જેમાં કુલ 8 જાફરાબાદી ભેંસો પણ છે. હાલમાં તેઓ ખેતી તેમજ પશુપાલનની સાથે પોતાના ગામમાં એક આદર્શ જીવન પસાર કરી રહ્યા છે. કેટલાંક વર્ષો પહેલા એમણે PTC કર્યું હતું.

ત્યારપછી નોકરી પણ પ્રાપ્ત કરી હતી પન એક ગામડામાં પોતાનું સાદું જીવન મેળવવા માટે એમણે નોકરીને ઠુકરાવી દીધી હતી. એમણે જણાવતાં કહ્યું હતું કે, શહેરીકરણ પ્રત્યે મને ખુબ જ અણગમો છે. આપણા ગામડાની સંસ્કૃતિને જાળવી રાખવા માટે હું આજે પણ વર્ષોથી આ દિશામાં આગળ વધવા માટે તમામ લોકોને પ્રેરણા આપી રહ્યો છું.ગીરીશભાઈ હાલમાં વાર્ષિક કુલ 33,000  લીટર દૂધનું ઉત્પાદન કરી રહ્યાં છે. જેમાં એની પાસે કુલ 8 જાફરાબાદી ભેંસ છે.

એમણે જણાવતાં કહ્યું હતું કે, વર્ષ 2016 – 17 દરમિયાન કુલ 5, 70, 000 રૂપિયાનો ખર્ચ થયો હતો. જેમાં એમણે કુલ 7,75,000  રૂપિયાની આવક મેળવી હતી. તેઓ ખેતીની સાથે પશુપાલન પણ સંભાળી રહ્યા છે. દર વર્ષે કુલ 2-3 રૂપિયાનો નફો પણ મેળવી રહ્યા છે.ગીરીશભાઈએ પશુપાલનમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. એમણે એમના તબેલામાં કેટલાંક આધુનિક પ્લાન અપનાવ્યા છે. જેના દ્વારા પશુઓની કાળજી લેવામાં આવે છે.

એમાં ભેંસોની સુવિધા માટે ગીરીશભાઈએ એક કેટલ શેડ ઉભો કર્યો છે. મીનરલ મીક્ષ્યર, ખાણદાણ સહીત કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિને એમણે અપનાવી છે.  આ બધી તૈયારીઓને લીધે ખુબ જ ટુક સમયમાં દૂધનું સારું એવું ઉત્પાદન મેળવ્યું.  કૃષિ તથા પશુપાલનનાં ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપવા માટે ગીરીશભાઈ વાળાને CM દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જ્યારે આનંદીબેન પટેલ CM હતા એ સમયે એમને શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ગીરીશભાઈને આ ક્રાંતિને માટે નવાજવામાં આવ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post