ઓફ-સિઝન શાકભાજીની ખેતી દ્વારા આ યુવા ખેડૂત કરી રહ્યા છે ઉંચી કમાણી, જાણો કેવી રીતે…

Share post

હાલમાં ખેતીમાંથી દેશના તમામ ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યાં છે. ઘણીવાર ખેડૂતો કઈક નવી જ ખેતી કરીને બતાવતા હોય છે. હાલમાં પણ રાજ્યમાંથી આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.સાબરકાઠાં જિલ્લામાં આવેલ ઇડર તાલુકાનાં ગંભીરપુરા ગામનાં યુવાન ખેડૂત રમેશભાઇ સગર આધૂનિક પધ્ધતિથી ખેતી કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે. રમેશભાઇની પાસે કુલ 28 વીઘા જમીન છે. જેમાં કુલ 15 વીઘા જમીનમાં તેઓ માત્ર શાકભાજીની જ ખેતી કરે છે.

રમેશભાઇ કાકડી, દુધી, કારેલા, ભીંડા, રીંગણ, કોબી, ફુલાવર, મેથી, ગલકા સહિત ઘણાં પ્રકારના પાકોની ખેતી કરી રહ્યાં છે. આ શિયાળુ સિઝનમાં એમણે કુલ 1 એકર જમીનમાં વિવિધ કુલ 5  શાકભાજી પાકોની ખેતી કરી રહ્યાં છે. આ મલ્ટી ક્રોપ પધ્ધતિને લીધે તેઓને આર્થિક ફાયદો થઇ રહ્યો છે. આ કુલ 1 એકર જમીનમાં લગભગ કુલ 45,000 જેટલો ખર્ચ કર્યો છે. જ્યારે એની સામે કુલ ઉત્પાદન કુલ 3 લાખ જેટલુ વળતર મળવાની આશા રમેશભાઇ વ્યકત કરી રહ્યા છે.

સૌથી અગત્યની વાત તો એ  રહેલી છે કે, તેઓ ઘણાં પાકોની ઓફ-સિઝનમાં ખેતી કરી રહ્યાં છે. જેમ કે, શિયાળાની ઋતુમાં કારેલાનું ઉત્પાદન લઇને ઉંચા બજાર ભાવનો લાભ મેળવે છે. ગ્રોકવરનાં ઉપયોગથી ઓફ-સિઝનમાં પણ શાકભાજીનું ઉત્પાદન લેવામાં રમેશભાઇએ સફળતા મેળવી છે. ગ્રોકવરને લીધે રોગ-જીવાતનો ઉપદ્રવ પણ ખુબ જ ઓછો રહેતો હોવાનું રમેશભાઇ જણાવી રહ્યાં છે.

યુવાન ખેડૂત રમેશભાઇ એમના ખેતરમાં ડ્રીપ તેમજ મલ્ચીંગનો ઉપયોગ કરી રહ્યાં છે. તેઓ પોતાની ખેતીમાં જીવામૃત તેમજ ડીકમ્પોઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. આની સાથે જરૂર જણાઈ આવે ત્યારે જંતુનાશક દવા તેમજ ગ્રોથ રેગ્યુલેટર તથા ખાતરનો પણ ઉપયોગ કરે છે.રમેશભાઇએ BBA સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ પોતાના જ્ઞાન તથા કોઠાસુઝનો ઉપયોગ ખેતીમાં કરીને કેટલાંક યુવા ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે. આ અંગેની વધારે જાણકારી માટે રમેશભાઇનો મો. 9558559722 પર સંપર્ક કરી શકાશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post