આ મહિલાએ મરચાની ખેતીમાં એવો તો શું જાદુ કર્યો કે, અલગ-અલગ કલરના મરચા થવા લાગ્યા! જુઓ વિડીયો

Share post

સોશિયલ મીડિયાની ડિજિટલ દુનિયામાં કેટલીક વખત ફળ અને શાકભાજીના એવા ફોટા વાયરલ થાય છે. જેના વિશે જાણીને થોડીક વાર તો ચોંકી જવાય છે. સોશિયલ મીડિયાની દુનિયામાં દેશ-વિદેશની અનેક પ્રવૃતિઓનું આદાન પ્રદાન થાય છે. જેમાંથી અનેકગણી વસ્તુ, સંસ્કૃતિ, રીત-રિવાજ, ખેતીની ઉપજથી લઈને ખેલકુદ સુધીની રસપ્રદ અને રોમાંચક માહિતી મળી રહે છે.

કેટલાક યુઝર્સ એ અંગે ઘણીવાર રસ દાખવીને વાર્તાલાપ પણ કરે છે. થોડા સમય પહેલા આવા જ થોડા અલગ-અલગ કલરના મરચાના ફોટા વાયરલ થયા હતા. અત્યાર સુધી આપણે સૌએ લાલ અને લીલા મરચા જ જોયા છે. પણ એક મહિલાએ પર્પલ અને કેસરી રંગના મરચા પણ વાવી દીધા હતા. તા. 8 ઓગસ્ટના રોજ ફ્લાવરફેમે નામના એક ટ્વીટર યુઝરે આ ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યા હતા. ત્યારથી આ ફોટો જુદા જુદા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

આ પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, અત્યારે હું રડી રહી છું કારણ કે, મેં દુનિયાના સૌથી સુંદર મરચા ઉગાડી લીધા છે. આ મરચા દેખાવમાં જેટલા સુંદર છે સ્વાદમાં પણ એટલા ખાસ છે. એની તીખાશ પણ જબરદસ્ત છે. વિદેશમાં કેસરી રંગના મરચા સામાન્ય છે. પણ પર્પલ કલરનું મરચું સૌ પ્રથમવાર સામે આવ્યું હતું. આ ખાસ પ્રકારના મરચાને ‘Buena Mulata Chilli’ કહેવામાં આવે છે. જ્યારે પણ કોઈ નોનવેજ ફૂડ વિદેશમાં રાંધવામાં આવે છે ત્યારે, થોડી વધું તીખાશ ઉમેરવા માટે આ મરચાનો ઉપયોગ થાય છે.

ટ્વીટરની આ પોસ્ટને અત્યાર સુધીમાં 2 લાખ 80 હજારથી વધુ લાઈક્સ અને 37 હજાર રી-ટ્વિટ મળી ચુક્યા છે. અનેક લોકોએ આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ મરચા ખૂબ દુર્લભ છે. જેમ જેમ આ મરચી મોટી થતી ગઈ એમ એમ એના કલર્સમાં મોટું પરિવર્તન જોવા મળ્યું હતું. પર્પલ કલરથી આ મરચાની શરૂઆત થાય છે. જે પછી કેસરી અને લાલ રંગમાં ફેરવાય છે. કેટલાક યુઝર્સે તો એવા પણ પ્રશ્નો કર્યા કે, આવા મરચા ઉગાડ્યા કેવી રીતે? એમાં કલર્સ લાવવા માટે શું કરવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post