એક વર્ષમાં જ આ યુવાને સમગ્ર ભારતભરમાં કરી 14,000 કિલોમીટરની પદયાત્રા, કારણ જાણી તમને પણ ગર્વ થશે

Share post

માનવ કલ્યાણ અને એકતા માટે ત્રીજી પવિત્ર યાત્રાની શરૂઆત તારીખ 5 જૂન વર્ષ 2019 થી શંકરદાસ ડાભી હરિદ્વારથી થઈ હતી. ચારધામ યાત્રા ઉત્તરાખંડ હેમંત સાહેબ, ગુરુદ્વારા યાદવ સાહેબ, સૌરાષ્ટ, બાર જ્યોતિર્લિંગ, ભારતના ચારધામ, દ્વારકા ધામ તથા પાંચ તખ્તો સાહિબાન, કાળી માતા મંદિર અને પટિયાલા પંજાબમાં સમાપન કરશે. કુલ યાત્રા અંદાજીત 14,000 કિમીની છે.

યાત્રા કરવાં માટે અંદાજીત કુલ 600 દિવસ લાગશે. શંકરદાસ ડાભીનો જન્મ પંજાબમાં આવેલ પટિયાલા શહેરમાં બંસીલાલ ડાભીના ઘરે તારીખ 10 જુલાઈ વર્ષ 1988ના રોજ થયો હતો. શંકરદાસ ડાભીનું બાળપણ ખૂબ જ ગરીબીમાં પસાર થયું હતું. શંકરદાસ ડાભીની ઉંમરમાં જેમ-જેમ વધારો થતો ગયો એમ-એમ તેમના વિચારોમાં પણ પરિવર્તન આવતા રહ્યા અને તેઓ જોતા કે, માનવ અંદરો અંદર એકબીજાના દુશ્મન બની બેઠા છે, ધર્મ માટેના વિવાદ, શંકરદાસે નજરે જોયેલા છે તેથી તેઓએ નક્કી કર્યું કે, મારા જીવનકાળ દરમિયાન માનવમાં એક્તા નહી થાય ત્યાં સુધી “માનવ કલ્યાણ અને એક્તા માટે ની પવિત્ર પદયાત્રા” શરૂ રાખીશ.

શંકરદાસ ડાભી માત્ર 20 વર્ષની ઉમરમાં પહેલી યાત્રાની શરૂઆત કરી હતી. તેઓ કુલ 2 વખત ‘માનવ કલ્યાણ અને એકતા’ માટેની યાત્રા પુરી કરી ચૂક્યા છે. હાલમાં તેઓ ત્રીજી પવિત્ર પદયાત્રા પર નીકળી ગયાં છે. તેઓએ યાત્રાની શરૂઆત 5 જૂન વર્ષ 2019 હરિદ્વારથી કરી હતી. ચારધામ યાત્રા ઉત્તરાખંડ, શ્રી હેમંતભાઈ ગુરુદ્વારા શાહેબ ,બાર જ્યોતિર્લિંગ, ચારધામ તથા પાંચ તખ્તોની યાત્રા પર નીકળ્યા છે.

યાત્રા દરમિયાન તેઓ દિવસે યાત્રાનાં માર્ગ પર આગળ વધતા હોય છે તથા રાત્રે આરામ કરતા હોય છે, જે માર્ગથી પસાર થાય ત્યાં લોકો એમણે નિહાળવા માટે આવતા હોય છે, જમવાથી લઈને આરામ માટેની સુવિધા પણ માર્ગનાં સ્થાનિક લોકો કરી આપે છે. યાત્રા દરમિયાન કોરોનાની મહામારીને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ ત્યારે એમની પદયાત્રા શરુ હતી અને ત્યારે સૌથી મોટો પડકાર એમની સામે હતો છતાં દરેક સમસ્યાનો સામનો કરી પોતાના માર્ગ તરફ આગળ વધતા રહ્યા.

જયારે બધું જ બંધ હતું ત્યારે તેઓ જે-તે પોલીસ સ્ટેશનમાં તેમની રહેવાની અને જમવાની વ્યવસ્થા પોલીસ જવાનો દ્વારા કરવામાં આવતી હતી. પોતાના સ્વાસ્થયનો ખ્યાલ રાખી યાત્રાનાં માર્ગે આગળ વધતા રહ્યા. શંકરદાસ હાલમાં યાત્રાનાં માર્ગ તરફ આગળ વધતા ગુજરાત સુધી આવ્યા છે. લગભગ 10,735 કિમી, અંદાજે 510 દિવસ તથા 125 જિલ્લા સુધીની યાત્રા પુરી કરી આગળના માર્ગ પર આગળ વધી રહ્યા છે. પંજાબ રાજ્યનાં તેમની જન્મભૂમિ પટિયાલામાં માનવ કલ્યાણ અને એકતા ત્રીજી પવિત્ર યાત્રાનું સમાપન કરશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post