હનુમાનજીની પૂજા કરતી વખતે ખાસ રાખો આ બાબતોનું ધ્યાન, પ્રાપ્ત થશે મનોવાંચ્છિત ફળ

Share post

મોટાભાગનાં લોકો ઘર મંદિરમાં ભગવાનની પૂજા કરતાં જ હોય છે પરંતુ પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી બનતું હોય છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. હનુમાનજી ભગવાન શિવના રુદ્રાવતાર છે. તેમનો જન્મ વાયુદેવના અંશ તથા અંજનીના ગર્ભથી થયો હતો. હનુમાનજીનનું નામ બે અક્ષરથી બનેલું છે. જેનો અર્થ થાય છે નિરાભિમાની.

હનુમાનજી વિનમ્રતાનો પર્યાત છે. હનુમાનજી અન્ય અનેક નામથી પણ ખુબ પ્રખ્ય બન્યાં છે કે, જેમાં બજરંગ બલી, અંજનિસુત, પવનપુત્ર, કેસરીનંદર, મહાવીર, બાલાજી વગેરે જેવા નામોનો સમાવેશ થાય છે. હનુમાનજીના નામ અનેક છે પણ તેઓ એકમાત્ર એવા દેવ છે કે, જેમની પૂજા કળિયુગમાં પણ પુણ્યફળ આપનાર સાબિત થાય છે. તેમની પૂજા ખાસ રીતે કરવામાં આવે તો તેઓ મનોવાંચ્છિત ફળ અચૂક મળે છે.

હનુમાનની પૂજા કરતી વખતે આટલી રાખો સાવધાની :
હનુમાનજીની પૂજા અર્ચના તથા વ્રતમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એટલે કે, સંયમપૂર્વક રહેવું જોઈએ. પૂજામાં ચરણામૃતનો ઉપયોગ કરવો જોઈએ નહિ. શાસ્ત્રોમાં તેનું વિધાન છે. જે પ્રસાદ હનુમાનજીને ચઢાવવામાં આવે તે શુદ્ધ હોવું જોઈએ. દીવો તથા પ્રસાદમાં શુદ્ધ ઘીનો જ ઉપયોગ કરવો જોઇએ. હનુમાનજીને લાલ ફૂલ પ્રિય હોય છે. જેથી પૂજામાં લાલ ફૂલ ચોક્કસ ચઢાવવું જોઈએ.

મૂર્તિને જળ અથવા તો પંચામૃતથી સ્નાન કરાવ્યા બાદ સિંદૂરમાં તેલને મેળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. જેથી તેઓ પ્રસન્ન થઈ જાય છે. સાધના હંમેશા પૂર્વ દિશા બાજુ મુખ કરીને જ શરૂઆત કરવી જોઈએ. હનુમાનજીની સાધનાના દિવસે સવારે સાધકોએ સ્નાન કરવું જોઈએ. આની સાથે જ શુદ્ધ તેમજ લાલ વસ્ત્ર પહેરવા જોઈએ.

આની સાથે જ ખાસ ધ્યાન રાખવું કે, પૂર્વ દિશા બાજુ મોં રાખીને તેમની સામે હનુમાનજીની પ્રતિમા રાખવી જોઈએ, તેમનો ચહેરો દક્ષિણ દિશા બાજુ રાખવો જોઇએ. હનુમાનજીની આરાધના કરતી વખતે ધાર્મિક વિધિથી સંબંધિત સાધનો તથા ભગવાન રામ અને માતા સીતાની પ્રતિમા રાખી શકાય છે. જેનાથી હનુમાનજીની પ્રસન્નતા પ્રાપ્ત થશે.

હનુમાન ચાલીસા પાઠ:
હનુમાન ભક્તોની માટે હનુમાન ચાલીસાના પાઠ પણ ઉત્તમ ફળ આપનાર સાબિત થાય છે. જો 108 વાર હનુમાન ચાલીસાનો પાઠ એક બેઠકમાં કરવામાં આવે તો મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. હનુમાન ચાલીસાના પાઠની શરૂઆત કરતાં પહેલાં તેમજ ત્યારપછી રામ રક્ષાસ્ત્રોત અચૂક વાંચવો જોઈએ. આની ઉપરાંત જો નિયમિત રીતે હનુમાનજીની પૂજા કરવાની હોય તો ખાસ નિયમોને અનુસરવાના રહેશે. આની સાથે જ બજરંગબાણ કરવાથી ખુબ લાભ પ્રાપ્ત થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…