એવી તો ખાસિયત છે કે, આ શાકભાજી ખરીદવા લોકો આપી રહ્યા છે હજારો રૂપિયા

Share post

ઘણા ખેડૂતો શાકભાજીની ખેતી કરતાં હોય છે તેમજ શહેરમાં પણ વધુ પડતાં ભાવ વધારાને કારણે શહેરીજનો ચિંતામાં મુકાઈ જતા હોય છે. ઘણીવાર તો શાકભાજીના ભાવ 100 રૂપિયા થઈ જવાથી ચિંતામાં મુકાઈ જતાં હોય છે પરંતુ ક્યારેય તમે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી વિશે માહિતી મેળવી છે. આજે અમે આવી જ એક જાણકારી લઈને આવ્યા છીએ.

શરીરને સ્વસ્થ રાખવા માટે ખોરાકની જરૂર હોય છે. સંતુલિત માત્રામાં ખાવાથી શરીરને ફાયદો થાય છે. શાકભાજીનું ખોરાકમાં વિશેષ મહત્વ છે. શાકભાજીના સેવનથી શરીરને વિટામિન, પ્રોટીન અને અન્ય આવશ્યક પોષક તત્વો મળે છે. વિશ્વભરમાં મોટાભાગની શાકભાજી મોસમી હોય છે પરંતુ કેટલીક શાકભાજી પણ છે, જે આખા વર્ષ દરમિયાન ઉગાડવામાં આવે છે. પરંતુ હવામાનના તફાવતને લીધે આ શાકભાજીના ભાવમાં મોટા પ્રમાણમાં બદલાવ આવે છે.

કેટલીક શાકભાજી એવી પણ છે, કે જેમના ભાવ હંમેશા વધતા જતા હોય છે. કારણ કે આ શાકભાજી ઉગાડવા અને ઉત્પાદન કરવામાં ઘણી મહેનત લેવી પડે છે. આ શાકભાજી વૈશ્વિક બજારમાં સૌથી મોંઘા ભાવે વેચાય છે. આજે અમે તમને દુનિયામાં વેચાયેલી મોંઘા શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત હજારોમાં છે. તાઇવાન મશરૂમની કિંમત ભારતીય ચલણમાં આશરે  80,000 રહેલી છે.

મેંજે ટાઉટ વટાણા :

આ શાકભાજી પશ્ચિમી રેસ્ટોરન્ટમાં ખૂબ જ પ્રખ્યાત છે. જાણકારી પ્રમાણે માત્ર 100 ગ્રામની કિંમત લગભગ કુલ 2 પાઉન્ડ રહેલી છે. 2 પાઉન્ડ એટલે ભારતીય રૂપિયા પ્રમાણે 176 રૂપિયા.

વસાબી રુટ :

આંતરરાષ્ટ્રીય સ્તરે આ શાકભાજીનો ભાવ પાઉન્ડ દીઠ કુલ  73 ડોલર રહેલો છે. માત્ર 1 કિલો વસાબી રુટ એક મૂળમાંથી બનાવવામાં આવે છે. જો, તમે આ શાકભાજી ખરીદવા માંગતા હો તો તમારે યુરોપના વસાબી મૂળના માલિકોનો સંપર્ક કરવો પડશે. એવું કહેવામાં આવે છે, કે આ શાકભાજી ફક્ત પસંદીદા સ્થળોએ ઉગે છે. 73 ડોલર એટલે ભારતીય રૂપિયા પ્રમાણે 5400 રૂપિયા.

લાબોનોટ બટાકા :

આ પ્રજાતિનાં બટાટા ફ્રાન્સમાં જોવા મળે છે. આ બટાટા વિશ્વની સૌથી મોંઘી શાકભાજી છે. બજારમાં તેની કિંમત પાઉન્ડ દીઠ 300 ડોલર રહેલી છે. મળતી માહિતી મુજબ સમગ્ર વિશ્વમાં કુલ 100 ટન બટાટાનું ઉત્પાદન થાય છે. આ બટાકાની ઉત્પાદન પ્રક્રિયા ખૂબ ખર્ચાળ છે. 300 ડોલર એટલે ભારતીય રૂપિયા પ્રમાણે 22,200 રૂપિયા.

ગુલાબી લેટીસ :

ગુલાબી લેટીસ સ્વાદમાં થોડો કડવો છે. બજારમાં તેની કિંમત પાઉન્ડ દીઠ કુલ 10 ડોલર રહેલી છે. 10 ડોલર એટલે ભારતીય રૂપિયા પ્રમાણે 7400 રૂપિયા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post