સંતાનનાં લાંબા આયુષ્યની માટે માતાએ કરવું જોઈએ આ વ્રત

Share post

ભારત દેશ એ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારત દેશમાં સંસ્કૃતિ એ ઉચ્ચ સ્તઃન પર રહેલી છે. એમાં પણ ગુજરાત રાજ્યમાં તો વ્રત કે ઉપવાસ કરી કરીને લોકો અવારનવાર ઈશ્વરને રાજી રાખતાં હોય છે . ગુજરાતની મહિલાઓ ઘણી જાતનાં વ્રત કે ઉપવાસમાં સંપૂર્ણ આસ્થા રાખે છે. આવો જાણીએ આવાં જ એક પ્રકારના વ્રત વિશે..

હિન્દુ કેલેન્ડર પ્રમાણે ભાદરવા માસનાં કૃષ્ણપક્ષની ચોથને બોળ ચોથ અથવા તો હિન્દી ભાષી રાજ્યોમાં ‘બહુલા ચોથ’  તરીકે કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો પ્રમાણે આ દિવસે ગાય તથા વાછરડાની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગાયનું દૂધ તથા એમાંથી બનાવેલ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી, માત્ર વાછરડાને  દૂધ જ પીવડાવવામાં આવે છે.

આ વખતે બોળ ચોથ શુક્રવારનાં રોજ એટલે કે 7 ઓગસ્ટનાં રોજ છે. સ્ત્રીઓ પોતાનાં સંતાનનાં સ્વાસ્થ્ય તેમજ આયુષ્યની માટે આ વ્રત કરતી હોય છે. આ વ્રતમાં માત્ર ભગવાન શ્રીકૃષ્ણની જ પૂજા કરવામાં આવતી હોય છે. આ દિવસે વ્રત તથા પૂજા કરવાથી પરિવારમાં અખંડ સુખ તેમજ સમૃદ્ધિમાં વધારો થાય છે.

આ વ્રતને તો ખાસ કરીને ગુજરાતમાં જ મનાવવામાં આવે છે. અહીંયા તેને ‘બોળચોથ’ પણ કહેવામાં આવે છે. અમાવસ્યા કેલેન્ડરને લીધે ગુજરાતમાં આ વ્રત શ્રાવણ માસનાં કૃષ્ણપક્ષની ચતુર્થી પર જ કરવામાં આવે છે. નાગપંચમી પર્વનાં એક દિવસ અગાઉ જ મનાવવામાં આવે છે.

બીજી જગ્યાએ એને ‘બહુલા ચતુર્થી’ પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં ચોથને દિવસ ઉપવાસ પણ કરવામાં આવે છે તથા ભગવાનની સાથે જ ગાય તેમજ વાછરડાની પણ પૂજા કરવામાં આવે છે.બહુલા ચર્તુથી સંતાન આપનાર તેમજ સમૃદ્ધિમાં વધારો કરનાર વ્રત છે. વેદ તેમજ પુરાણોમાં પણ ગાયનું મહત્ત્તવ સમજાવતાં આ દિવસે

ગાયની વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવિ રહ્યું છે કે, આ ચતુર્થી તિથિએ, શ્રીકૃષ્ણ સિંહ બન્યા હતાં તથા ગાયની પણ પરીક્ષા લીધી હતી. તેથી, આ દિવસનાં રોજ ગાય માતાની પણ પૂજા કરવામાં આવે છે. માટીની ગાય, સિંહ તથા વાછરડા બનાવીને પણ એમની પૂજા કરવામાં આવે છે.

સવારમાં વહેલા જાગીને મહિલાઓ તીર્થ સ્નાન કર્યા પછી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા પણ કરવામાં આવે છે. ત્યારપછી સંપૂર્ણ દિવસ શ્રદ્ધા પ્રમાણે વ્રત તેમજ ઉપવાસ પણ કરે છે. ત્યારપછી સંતાનનાં આયુષ્યની માટે ગાય તેમજ વાછરડાની પણ પૂજા કરે છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, આ દિવસે ખાસ કરીને તો ગાયનાં દૂધ પર વાછરડાનો અધિકાર હોય છે.

પૂજા વિધિઃ માટીથી બનેલા સિંહ, ગાય અને વાછરડાની પૂજા

આ દિવસે ઉપવાસ કરીને માટીથી બનેલા સિંહ, ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે.

દુર્વાથી પાણીનો છંટકાવ કરવો, તલના તેલનો દીવો પ્રગટાવો અને ચંદનનો ધૂપ કરવો.

ચંદનનું તિલક, પીળા ફૂલો, ગોળ અને ચણાનો ભોગ ચઢાવવો.

બહુલા ચતુર્થીના દિવસે શ્રીકૃષ્ણની કથા સાંભળવાથી યશ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે

સાંજે ભગવાન ગણેશ, ગૌરી, ભગવાન શિવ, શ્રીકૃષ્ણ અને વાછરડાની સાથે ગાયની પૂજા કરવી

ત્યારબાદ ચોખા, ફૂલ, દૂર્વા, કંકુ, સોપારી અને દક્ષિણા બંને હાથોમાં લઈને ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post