ગ્રામ્ય વિકાસનો અતિમહત્વનો પાયો એટલે મહિલા સશક્તિકરણ અને કૃષિ સ્નાતક

Share post

હાલમાં આધુનિક તથા વૈશ્વિકકરણના સમયમાં તમામ ક્ષેત્રમાં સ્ત્રીઓ પુરુષોની સાથોસાથ ખભેથી ખભા મિલાવીને કાર્ય કરી રહ્યાં છે. અવકાશ ક્ષેત્રમાં સ્વ.કલ્પના ચાવલા હોય અથવા તો એવરેસ્ટને સર કરવામાં બચેન્દ્રીપાલ હોય, શેરબજાર હોય, વકીલાતનું ક્ષેત્ર, ડોક્ટર કે પછી રાજકારણ, એન્જીનીયરિંગ ક્ષેત્ર હોય તમામ ક્ષેત્રમાં સ્ત્રીઓની હાજરી અનિવાર્ય થઈ ગઈ છે. IAS, IPS તથા IFS જેવી ભારતીય સેવાઓમાં મહિલાઓ વધુ કાર્ય-ક્ષમતાની સાથે કાર્ય કરી રહી છે.

ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. કુલ 52% લોકો ખેતી તેમજ પશુપાલનની સાથે સંકળાયેલ છે. આને કારણે કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોનું મહત્વ વધુ રહેલું છે. વિજ્ઞાનનાં અન્ય સ્નાતકની તુલનામાં કૃષિ સ્નાતક સમાજમાં સારુ સન્માન તેમજ પ્રતિષ્ઠા મેળવે છે. છેલ્લા કેટલાંક વર્ષોથી કૃષિ સ્નાતક અભ્યાસક્રમાં સ્ત્રીઓની સંખ્યા પ્રતિવર્ષ વધતી જોવા મળે છે. હાલમાં દાંતીવાડામાં આવેલ કૃષિ મહાવિદ્યાલયમાં સરેરાશ 30%થી વધુ છોકરીઓ પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવવા માટે અભ્યાસ કરી રહી છે.

છેલ્લા થોડા વર્ષોથી ગુજરાત તેમજ ગુજરાત બહારના રાજ્યોમાંથી વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ કૃષિ સ્નાતક અભ્યાસક્રમમાં જોડાઈને ઉજ્જવળ કારકિર્દી બનાવી રહ્યાં છે. શરૂઆતનાં વર્ષમાં એવી માન્યતા પ્રવર્તી રહી હતી કે, આ અભ્યાસક્રમમાં ગામમાં રહેતી છોકરીઓ જ આવી શકે પણ એ ભ્રમ આજનાં આધુનિક શહેરની છોકરીઓએ ભાંગી નાંખ્યો છે. ગામડામાં રહેતી છોકરીઓની સાથે જ શહેરમાં રહેતી છોકરીઓ પણ આ અભ્યાસક્રમમાં જોડાઈને પોતાની કારકિર્દી બનાવી રહી છે. હાલમાં વિકસિત સમાજની આધુનિક યુવતીઓ આ ક્ષેત્રમાં આવીને કૃષિ સ્નાતક બની રહી છે. મહિલા કૃષિ સ્નાતકનું વિવિધ ક્ષેત્રમાં ખુબ યોગદાન રહેલું છે.

પહેલાં તો એક એવી ખોટી માન્યતા પ્રવર્તી રહી હતી કે, અભ્યાસક્રમ માત્ર ગ્રામીણ સંસ્કૃત્તિને સંલગ્ન જ છે તેમજ એક અભિપ્રાય મુજબ છોકરીઓ વધુ સંવેદનશીલ, લાગણીસભર તથા પ્રેમાળ હોય છે. તેને લીધે પ્રકૃત્તિ, વનસ્પતી, ફુલ છોડને લગતા આ કૃષિ અભ્યાસક્રમમાં છોકરીઓ જલદીથી અનુકૂળ થઈ જાય છે તેમજ કારકિર્દીમાં પણ એને લાભદાયક રહે છે.

કૃષિ સ્નાતક સ્ત્રીઓએ સંશોધનને વ્યવસાય તરીકે પ્રાધાન્ય આપવા માટે અનુસ્નાતક અથવા તો P.H.D.ના અભ્યાસક્રમોમાં જોડાઈને હોનહાર કારકિર્દી બનાવી રહી છે. તેઓ ICAR શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કર્યા પછી MSCના અભ્યાસક્રમમાં જોડાઈને મહીને કુલ 8,640 તથા PHD ના વિદ્યાર્થીઓ માટે મહીને કુલ 15,000ની સ્કોરલશીપ મેળવીને ડોક્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી શકે છે. કૃષિ મહાવિદ્યાલયો, વિવિધ કૃષિ સંશોધન કેન્દ્રો દ્વારા ઘણાં પ્રોજેક્ટ ચલાવવામાં આવતા હોય છે.

જ્યાં મહિલા કૃષિ સ્નાતક અથવા તો અનુસ્નાતક જુનિયર રીસર્ચ ફેલો અથવા સિનિયર રીસર્સ ફેલો તરીકે નિમણૂક મેળવીને શિષ્યવૃત્તિ તરીકે વળતર મેળવી શકે છે.મહિલા કૃષિ સ્નાતક પોતાના ગ્રેજ્યુએશન પછી મેનેજમેન્ટ ક્ષેત્રમાં અનુસ્નાતકની પદવી મેળવીને કૃષિથી સંલગ્ન પ્રતિષ્ઠિત કંપનીઓ ઉચ્ચ હોદ્દા પર નોકરી મેળવીને સમ્માન મેળવી શકે છે.

મહિલા કૃષિ સ્નાતક નર્સરી, મશરૂમની ખેતી, મધમાખી પાલન,વર્મીકમ્પોસ્ટ જેવા કૃષિથી સંલગ્ન વ્યવસાયલક્ષી અભિગમ અપનાવીને પોતાની ખેતીમાં આમુલ પરિવર્તન લાવીને મબલખ પૈસા મેળવીને સ્વરોજગાર મેળવી શકે છે. આની ઉપરાંત મહિલા કૃષિ સ્નાતક પોતાના ખેતીના જ્ઞાનનો ઉપયોગ કરીને કન્સલ્ટ તરીકે અથવા તો પોતાની ખેતીમાં ઉપયોગ કરીને ઘણુ બધુ કમાઈ શકે છે.

શિક્ષણ એક એવું ક્ષેત્ર છે કે, જ્યા સ્ત્રીઓ ખૂબ જ સન્માન, પ્રતિષ્ઠા તેમજ પૈસા પ્રાપ્ત કરે છે. મહિલા કૃષિ સ્નાતક ભણાવવામાં શીખવામાં વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉન્નત શિક્ષણ-પ્રાધ્યાપક બની પોતાના જ્ઞાનનો પ્રસાર કરે છે.કૃષિ ઉત્પાદનમાં વાવણીથી લઈને કાપણી સુધીની તમામ પ્રવૃત્તિમાં સ્ત્રીઓનો ફાળો ખુબ જ રહેલો છે. આ પરિસ્થિતિમાં મહિલા કૃષિ સ્નાતક કૃષિ વિસ્તરણ ક્ષેત્રમાં ખેત સ્ત્રીઓને આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન પીરસીને ગ્રામીણ મહિલાઓને સમયની માંગ મુજબ ખેતી કરવાં સમજાવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post