ગુજરાતની મહિલાઓએ ખાસ જોવો જોઈએ આ વિડીયો, કસરતની સાથે ઘઉં પણ દળાઈ જશે!

સોશિયલ મીડિયામાં અવારનવાર કઈક વિચિત્ર જ ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ઘણીવાર કોઈ ખેડૂત તો કોઈ વ્યક્તિએ દેશી જુગાડ કર્યો હોય એવી ઘટનાઓ તેમજ આવી ઘટનાઓનો વિડીયો સામે આવતો હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે. દેશી જૂગાડમાં ભારતીયોએ એકહથ્થુ શાસન જમાવી લીધું છે.
ગુજરાતીઓને તોલે કોઈ આવી શકે નહીં, દેશમાં ટેલેન્ટ ખોબલેને ધોબલે ભરેલુ છે, બસ જરૂર છે માત્ર એક સારુ પ્લેટફોર્મ મળવાની. કોરોનાને કારણે સમગ્ર દેશમાં થયેલ લોકડાઉનનાં સમયમાં કેટલાંક આવા કેસ સામે આવ્યા છે. જેમાં આપણને જોવા મળતું હોય છે કે, આપણે શુ શુ કરી શકીએ છીએ.
આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલાએ જૂગાડ કરીને ઘરે બેઠા આરામથી ઘઉ દળી રહી છે. એણે જીમની સાયકલથી ઘઉં દળવાનું મશિન બનાવ્યુ છે. જેના લીધે એની કસરત પણ થઈ જાય છે તેમજ સાથે જ ઘઉં પણ દળાઈ જાય છે. IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા જીમની સાયકલથી ઘઉં પીસી રહી છે, જે પૈડલ દ્વારા ઘઉં દળી રહી છે. મહિલાએ કસરતની સાથે જ ઘરના કામ માટે ગજબનું જૂગાડ અપનાવ્યુ છે. IAS અધિકારીએ વીડિયો શેર કરતા જણાવ્યું છે કે, ગજબનો જૂગાડ…કામ પણ થઈ જાય અને કસરત પણ.
આ વીડિયો એમણે 29 ઓગસ્ટે શેર કર્યો હતો. જેને અત્યાર સુધીમાં કુલ 7 લાખથી પણ વધુ લોકોએ જોઈ લીધો છે. આની સાથે જ કુલ 4,000થી પણ વધુ લાઈક્સ તેમજ કુલ 900થી પણ વધુ રિટ્વીટ પણ મળ્યા છે. લોકો આ જૂગાડની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.
ग़ज़ब का आविष्कार. काम भी और कसरत भी. कॉमेंट्री भी शानदार. ??
VC: SM pic.twitter.com/Lg3HBCabzo— Awanish Sharan (@AwanishSharan) August 29, 2020
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…