જાહેરાતો હોવા છતાં ગૌશાળામાં સહાય ન મળતા, ચુંટણી સમયે ગૌશાળાનાં સંચાલકો સરકાર વિરુદ્ધ કરશે એવું કામ કે…

હાલમાં કોરોના મહામારીને કારણે ગૌશાળામાં સહાય બંધ થઈ જતાં ગાયોને રોડ પર મૂકી દેવામાં આવી હોય એવાં સમાચાર સામે આવતા હોય છે. આને કારણે ગૌશાળાનાં સંચાલકોમાં રોષ જોવાં મળી રહ્યો છે. ગૌશાળાનાં સંચાલકો દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે, કે જેને જાણીને આપને પણ નવાઈ લાગશે. હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
થરાદમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથક પર ગાયોને દોડાવવામાં આવશે એવું ગૌરક્ષા કમાન્ડો ફોર્સ રાજયનાં પ્રભારી સંજય જોષીએ જણાવતાં કહ્યું છે. એમણે વધુમાં જણાવતાં કહ્યું છે કે, ચૂંટણીનાં સમયે સરકારે ગાયોનાં મુદ્દાઓ ઉઠાવી સત્તા હાંસલ કરી લીધી છે. જો, સરકાર ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોની રજૂઆત નહીં સ્વીકારે તો આગામી ચૂંટણીમાં હાલમાં ચાલી રહેલ દિવસોને યાદ કરાવીશું તથા સરકારનાં જ્યાં પણ કાર્યક્રમોનું આયોજણ કરવામાં આવશે ત્યાં મોટી સંખ્યામાં ગૌવંશને સાથે લઈને જઈશું.
ડીસા સહિત બનાસકાંઠાની ગૌશાળાનાં સંચાલકોને ઘાસચારાનાં વેપારીઓએ લેખિતમાં કડક ઉઘરાણી કરતાં સંચાલકોની ચિંતામાં ખુબ જ વધારો થયો છે. દાનની આવક બંધ થઈ જતાં સંસ્થાઓ દેવાદાર બની ચૂકી છે. આટલી કપરી પરીસ્થિતિ હોવા છતાં પણ સરકાર દ્વારા સહાય અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર આરોપ કરતા જણાવતાં કહ્યું છે કે, સરકાર દ્વારા ચૂંટણીનાં સમયે ગાયોનાં નામે મત લેવામાં આવે છે તથા ચૂંટણીનાં સમયે પૂરતો ઘાસચારો પણ આપવામાં આવે છે. રાજસ્થાન સરકાર ગૌશાળા-પાંજરાપોળને સહાય આપી રહી છે એ જ રીતે ગુજરાત સરકારે પણ નિર્ણય લઈને સહાય આપવી જોઈએ.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…