PM મોદીને એક સલાહથી બનાસકાંઠાના ખેડૂતોના માથા પર લાગેલું કલંક થયું દુર- જાણો વિગતવાર

Share post

પીએમ મોદીને કારણે બનાસકાંઠાના ખેડૂતો દેશભરમાં ફેમસ થઈ ગયા છે. બનાસકાંઠા (banaskantha) જિલ્લો હવે મધની ખેતી માટેનું હબ બન્યું છે. તાજેતરમાં ‘મન કી બાત’ (man ki baat) કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) એ બનાસકાંઠા જિલ્લાના મધની ખેતી કરતા ખેડૂતોના વખાણ કર્યાં હતા. તેમને પ્રેરણા પૂરી પાડતા મધની ખેતી કરતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ભારે ખુશી ફેલાઈ છે. તો અન્ય ખેડૂતોને પણ મધની ખેતી કરવાની પ્રેરણા મળી છે.

બનાસકાંઠા જિલ્લા પર આમતો પછાતપણાનું કલંક લાગેલું છે. પરંતુ આ પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેમનામાં રહેલી કોઠાસૂઝ તેમને અન્ય જિલ્લાના ખેડૂતોથી અલગ તારવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) 2016માં ડીસામાં આવ્યા હતા, ત્યાં ત્યારે તેમણે જાહેર સભામાં બનાસકાંઠા (banaskantha) ના ખેડૂતોને અન્ય પારંપરિક ખેતીની સાથે મધની ખેતી કરવાનું પણ આહવાન કર્યું હતું. જેને લઈને જિલ્લાના અનેક ખેડૂતો બનાસ ડેરીમાંથી મધ ઉછેરની તાલીમ લઈને મધની ખેતી (honey farming) તરફ વળ્યા હતા.

જેથી મધની ખેતી કરતાં જિલ્લાના અનેક ખેડૂતો આજે લાખોમાં કમાણી કરી રહ્યા છે અને તેમને મધની ખેતીમાં મહારથ હાંસલ કરી છે. જેને લઈને તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ‘મનકી બાત’માં મધની ખેતી કરતાં બનાસકાંઠાના ખેડૂતોની વાત કરતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ ગઈ છે. જેથી હવે અનેક ખેડૂતોને પ્રેરણા મળી છે. જેથી અન્ય ખેડૂતો પણ હવે મધની ખેતી કરવાનું મન બનાવી ચૂક્યા છે.

મધની ખેતી કરનાર ખેડૂત પ્રકાશભાઈ જાટે જણાવ્યું કે, 2016માં મોદી સાહેબે મધની ખેતી કરવાનું આહવાન કરતાં મેં 10 બોક્સથી મધની ખેતી શરૂ કરી હતી. અત્યારે હું 1000 મધના બોક્સની ખેતી કરી રહ્યો છું અને વર્ષે 40 ટન મધ ઉત્પાદન કરું છું. આજે મનકી બાતમાં પ્રધાનમંત્રીએ અમારા ખેડૂતો (gujarat farmers) ની વાત કરીને અમારો જુસ્સો વધાર્યો છે.

તો અન્ય એક ખેડૂત ભમરાજી જાટે કહ્યું કે, અમારા ગામના અનેક ખેડૂતો મધની ખેતી કરીને સારી કમાણી કરી રહ્યા છે. મનકી બાતમાં પ્રધાનમંત્રીએ તેમના વખાણ કર્યા છે હું પણ હવે મધની ખેતી કરીશ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post