આ ખેડૂત માટી વિનાની ખેતી કરીને વાર્ષિક 2 કરોડની કરે છે કમાણી, જાણો તેની સફળતાની કહાની

Share post

ચેન્નાઈ ના રહેવાસી શ્રી રામ ગોપાલે માટીનો ઉપયોગ કર્યા વગર ખેતી માટે એક શરૂઆત કરી અને તેનું વાર્ષિક આવક બે કરોડ સુધી પહોચી ગયું. તેમને જણાવ્યું કે, આજ થી લગભગ પાંચ વર્ષ પેહલા તેમના એક દોસ્તએ તેમને એક વિડીયો દેખાડ્યો કે, જેમાં માટી વગર ખેતી ની પદ્ધતિ બતાવવા મા આવી હતી અને ત્યાં થી પ્રેણના લીધી. આ પદ્ધતિ મા ખેતર ની જરૂર હોતી નથી. આ માટી વગર ની ખેતી ને હાઈડ્રોપોનિકસ કેહવામાં આવે છે.

શરૂવાત કરી ધાબા ઉપર થી:

રામ ગોપાલ સાથે થયેલી વાતચીત દરમ્યાન તેમણેે જણાવ્યું કે, મે આ ખેતીની શરૂઆત ટેરેસ ઉપરથી કરી હતી. હાઈડ્રોપોનિકસ ની પદ્ધતિ મા હર્બ્સ ને ઉગાડવા મા આવે છે. તેના છોડ માટે જરૂરી પોષકતત્વો ને માત્ર પાણી થી છોડ ના મૂળ સુધી પહોચાડવામાં આવે છે. આ છોડ ને ઘણા બધી ફ્રેમ ના ટેકે એક પાઈપ મા ઉગાડવામાં આવે છે અને તેના મુળિયા ને પાઈપ ની અંદર પોષકતત્વો થી ભરેલા પાણી મા મૂકી દેવા મા આવે છે. તેમજ આમાં માટી ન હોવાથી ધાબા ઉપર વજન પણ વધતો નથી. તેમાં એક જુદી રીત નો ઉપયોગ કરવામાં આવે છે જેથી ધાબા મા પણ કોઈ જાત નો ફેરફાર કરવો પડતો નથી.

માત્ર પાંચ લાખ રૂપિયા થી શરુ કરી ખેતી:

આ અંગે વધુમાં શ્રીરામે જણાવતા કહ્યું હતું કે, તેમણે માત્ર પાંચ લાખ રૂપિયા મા પોતાના મિત્રો સાથે મળી ને ફ્યુચર ફાર્મસ ની શરૂઆત કરી. તેમના પિતા ની એક જુના કારખાના મા ઘણી જગ્યા પડી હતી. ત્યાં તેમણે હાઈડ્રોપોનિકસ પદ્ધતિ થી ખેતી કરવાનું વિચાર કર્યાં. તેના પિતા ના કારખાના મા ફોટા ફ્રેમ બનાવવા મા આવતી પણ અત્યાર ની ડીઝીટલ ફોટોગ્રાફી આવવાથી ફેક્ટરી બંધ થઇ ગઈ હતી. આજ ની તારીખ મા તેમનું વાર્ષિક ટનઓવર આઠ કરોડ રૂપિયા પહોચવા ની તેમને આશા છે.

શ્રીરામ મુજબ આ ખેતી મા 90 ટકા ઓછું પાણી વપરાય છે. હાલ તેમની કંપની હાઈડ્રોપોનિકસ ના કીટ્સ બનાવી વેચે છે. આ કીટ્સ ની કિંમત ૯૯૯ રૂપિયા થી શરુ કરવામાં આવી છે. અહિયાં ક્ષેત્રફળ મુજબ હિસાબ કરી તેની કિંમત નક્કી કરવામાં આવે છે. આ પદ્ધતિ મા એક એકર મા ફીટ કરવાનો ખર્ચ ૫૦ લાખ રૂપિયા થાય છે અને જો ઘર મા ૮૦ સ્ક્વેર ફૂટ મા આનો ખર્ચો ૪૫ થી ૫૦ હજાર રૂપિયા થાય છે. તેમાં ૧૬૦ છોડ ઉગાડી શકાય છે.

શ્રીરામે વાત કરી કે ૨૦૧૫-૧૬ મા આ કંપની નું ટનઓવર ૩૮ લાખ રૂપિયા હતું અને તેમાં વાર્ષિક વધારો કરીને ૨ કરોડ રૂપિયા સુધી કરવામાં આવે છે. તેમના મુજબ આ આંકડો ૩૦૦ ટકા વાર્ષિક દરે વધે છે. અત્યારે તેમનો ટનઓવર ૨ કરોડ રૂપિયા હતો અને હવે તેમને આશા છે આ આવનાર વર્ષે ટનઓવર ૬ કરોડ રૂપિયા સુધી પહોચી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post