ચોમાસાની જેમ જ આકરો રહેશે શિયાળો, અહિયાં ભયંકર ઠંડી પડવાની હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી

Share post

આ વર્ષે જેવી રીતે કોરોનાએ દેશને હેરાન કર્યો છે એવી જ રીતે મેઘરાજાએ પણ દેશના લાખો ખેડૂતોને રડાવ્યા છે. આ વર્ષે ઘણા વિસ્તારોમાં વધારે માત્રામાં જ વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોએ દિન રાત કરેલી મહેનત પર પાણી ફર્યું હતું. અને છેવટે રડવાનો વારો આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ભગવાનને પ્રાથના કરી રહ્યા હતા કે, હવે આ ચોમાસું જાય તો સારું! પરંતુ તેમ છતાં ઘણા વિસ્તારોમાં મેઘતાંડવ થયો હતો. અને આખરે હાલના સમયની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે, ધીમે ધીમે ચોમાસું વિદાય લઇ રહ્યું છે અને થોડી થોડી ઠંડી પણ અનુભવાઈ રહી છે.

હાલ ઓકટોબર મહિનો પૂરો થવામાં થોડા જ દિવસની વાર છે અને નવેમ્બર માસની શરૂઆત થવા જઈ રહી છે, તેમજ વહેલી સવારનાં સમયે અને મોડી રાતનાં સમયે ઠંડીનો હળવો ચમકારો અનુભવાઈ રહ્યો છે. બદલાઈ રહેલી ઋતુ વચ્ચે આ વર્ષે શિયાળો ઘણો આકરો રહેશે તેમ ભારતીય હવામાન ખાતાનું અનુમાન છે. આ વર્ષે હવામાન વિભાગ દ્વારા જેટલી આગાહીઓ કરવામાં આવી છે એ દરેક આગાહી સાચી ઠરી છે. અને હાલ પણ હવામાન વિભાગે આવનારી ઠંડીને લઈને મહત્વની જાણકારી આપી છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર એક સમુદ્રી પ્રક્રિયાને કારણે ઠંડીનો માહોલ વધી શકે છે. અને આ વર્ષે લોકોને વધારે ઠંડીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.  વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે કે, આ વર્ષે લા નીનાની અસરનાં લીધે શિયાળાની ઋતુમાં ભારે ઠંડી પડે તેવી શક્યતા રહેલી છે. લા નીનાનાં નબળા પડવાને લીધે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ ઠંડી પડશે. ગયા વર્ષે લા નીનાનું જોર હતું તેમજ તેનાં લીધે પ્રમાણમાં ઓછી ઠંડી પડી હતી. સરળ શબ્દોમાં કહીએ તો ગયા વર્ષ કરતા આ વર્ષમાં લોકોએ ભયંકર ઠંડીનો સામનો કરવો પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

લા નીના એક સમુદ્રી પ્રક્રિયા છે. જેમાં દરિયામાં ઠંડા અથવા ગરમ પાણીનો પ્રવાહ વહેતો હોય છે. આ વર્ષે લા નીનાની અસર નબળી પડવાની હોવાનાં લીધે દરિયામાં પાણી ઠંડુ રહેશે તેમજ તેનાં લીધે હવાઓ પર તેની અસર દેખાશે. વધુ ઠંડી પડશે તેમજ તાપમાન ઉપર પણ તેનો પ્રભાવ વધારે પડશે.

ભારત દેશમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ છેવટે બુધવારનાં રોજ વિદાય લીધી છે. આ વર્ષે ચોમાસુ ઘણું લાંબુ રહ્યું હતું. અને દેશના ઘણા રાજ્યો અને નાના નાના ગામડાઓમાં ભારે મેઘ વર્ષા થઇ હતી. જેના કારણે આજે આખા દેશને મોટા પાયે ખેતીમાં નુકશાન ભોગવવું પડ્યું છે. જેનાં લીધે ભારત દેશનાં ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. તેની સાથે ઉત્તર પૂર્વમાં શિયાળાનો પ્રારંભ થઇ ચુક્યો છે. જેનાં લીધે તામિલનાડુ, પોંડીચેરી, કર્ણાટક, કેરલ તેમજ આંધપ્રદેશ રાજ્યમાં ઓક્ટોબર થી ડિસેમ્બર માસ સુધી વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આવનારા બે મહિનામાં હજુ પણ વરસાદ આવવાની સંભાવનાઓ રહેલી છે પરંતુ વૈજ્ઞાનિકોના માટે આ વર્ષે ભારે ઠંડીનો પણ સામનો કરવો પડી શકે તેમ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post