આવનારા દિવસોમાં રાજ્યના આ વિસ્તારોમાં છવાયેલો રહેશે કડકડતી ઠંડીનો માહોલ – હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી

Share post

રાજયમાં અવારનવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં ફરી એકવખત આગાહીને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્‍યમાં ધીરે-ધીરે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્‍યારે આગામી દિવસોમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વિય પવન ફુંકાવાને લીધે ઠંડીમાં વધારો થવાની સંભાવના  હવામાન વિભાગ સેવી રહ્યું છે. આજે કુલ 14 ડિગ્રી સાથે વલસાડ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.

આની ઉપરાંત રાજ્યના શહેરનું લઘુત્તમ તાપમાન કુલ 18 ડિગ્રીની આજુબાજુ રહેતા મોડી રાત્રીથી વહેલી સુધી ફુલગુલાબી ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદનું લઘુત્તમ તાપમાન  17 ડિગ્રીની આજુબાજુ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ફુલગુલાબી ઠંડી તથા દિવસે સામાન્ય ગરમી એમ કુલ 2 ઋતુનો એક જ દિવસે અનુભવ થઇ રહ્યો છે.

આવા મિશ્ર વાતાવરણને લીધે લોકો વાઇરલ ઇન્ફેકશન સહિત કેટલાંક રોગના શિકાર બન્યા છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ખાસ કરીને રાત્રીના સમયે ઠંડી વધી જાય છે. ખુલ્લા વિસ્‍તારોમાં ઠંડીની તીવ્રતા વધુ જોવા મળી રહી છે ત્‍યારે હવામાન વિભાગના સુત્રોના જણાવ્‍યા પ્રમાણે હજુ એક અઠવાડિયા સુધી ફુલગુલાબી ઠંડીનું વાતાવરણ જોવા મળશે.

ત્યારપછી કાતિલ ઠંડીનો દૌર શરૂ થવાની પુરેપુરી શક્યતા રહેલી છે. આ સિઝન દરમિયાન રાજ્‍યમાં સરેરાશ લધુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચી જશે. જ્‍યારે નલીયા સહીત રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં તાપમાનનો પારો 5 ડિગ્રી કરતા પણ નીચે પહોંચી છે. અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાત પર પડતી ઠંડી જમ્મુ-કશ્મીરમાં પડતી હિમવર્ષા તથા ત્યારપછી ફૂંકાતા સુકા-ઠંડા પવન પર આધારીત રાખે છે. હાલમાં કશ્મીરમાં સામાન્ય હિમ વર્ષાની શરૂઆત થઇ ચુકી છે જેમ જેમ વધારો થશે એમ ઠંડી વધશે એવું તજજ્ઞો માની રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post