મોટાભાગના લોકો નથી જાણતા કે, જમીનનો pH આંક અને પોષક તત્વોની જરૂર શા માટે પડે છે?

Share post

હાલમાં ખેડૂતોને પાકના વધુ ઉત્પાદન તેમજ વધુ આવક મેળવવાં માટે ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતાં હોય છે. હાલમાં આપને ખુબ જ લાભ થય એવાં સમાચાર સામે લઈને આવ્યા છીએ. મિત્રો હાલમાં અમે આપને ઓર્ગેનિક ખેતીનાં વિશેષજ્ઞ અજય બોહરા વિષે જણાવવાં માટે જઈ રહ્યા છીએ. આમ તો તે એક ખેડૂત છે પરંતુ તેમણે જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતીમાં મહારથ પ્રાપ્ત કરી છે તેમજ એમને ડોકટરેટની પદવી મળી છે.

એસીડીક જમીનમાં (જેનો પી.એચ. આંક ૭ થી ઓછો હોય) સામાન્ય રીતે કેલ્શીયમ, મેગ્નેશીયમ, સલ્ફર અને મોલીબ્લેડમ ની ઉણપ જોવા મળે છે. આલ્ક્લાઇન (ભાસ્મીક) જમીનમાં (જેનો પી.એચ. આંક ૭ થી ઉપર હોય) સામાન્ય રીતે બોરોન, તાંબુ, લોહ તત્વ, મેંગેનીઝ અને જસત ની ઉણપ જોવા મળે છે. ફોસ્ફરસની લભ્યતા ને જમીનનો પી.એચ. આંક ખુબ મોટા પાયે અસર કરે છે.

જમીનનો pH આંક જો 4 થી નીચો હોય તો ફોસ્ફરસ લોહ તત્વ સાથે જોડાઇ જાય છે અને અલભ્ય બને છે.

જમીનનો pH આંક જો 4 થી 6 વચ્ચે હોય તો ફોસ્ફરસ એમોનીયા સાથે જોડાઇ જાય છે અને અલભ્ય બને છે.

જમીનનો pH આંક જો 6 થી 7 વચ્ચે હોય તો ફોસ્ફરસ મુક્ત રહે છે અને લભ્ય હોય છે.

જમીનનો pH આંક જો 7 થી ઉપર હોય તો ફોસ્ફરસ કેલ્શીયમ સાથે જોડાઇ જાય છે અને અલભ્ય બને છે.અન્ય પોષક તત્વોની લભ્યતા પર અસર

ફોસ્ફરસ સીવાયના પોષક તત્વોની લભ્યતા ને પણ જમીનનો પી.એચ. આંક ખુબ મોટા પાયે અસર કરે છે. જમીનના પી.એચ. આંકની પોષક તત્વોની લભ્યતા પર શું અસર થાય છે તે નીચે દર્શાવેલ છે. pH એટલે જમીનમાં હાઈડ્રોજન, આયર્નની પોટેન્સાલીટી. 6.5 થી 8.2 pH એટલે તંદુરસ્ત જમીન. આવા pH વાળી જમીનમાં છોડ દરેક પોષક દ્રવ્યો સરળતાથી લઈ શકે છે. જમીન તથા પાણીનો pH આંક પ્રયોગશાળામાં પી.એચ. મીટરની મદદથી જાણી શકાય છે.

ઓછા કે વધારે pH વાળી જમીન કે જે બગડેલ હોય તેને કેવી રીતે સુધારવી?
ઓછા પી.એચ.વાળી જમીન એટલે કે, એસીડીક જમીન. આવી જમીન આહવા-ડાંગ જેવા ગાઢ જંગલની હોય છે. જેનો pH આંક 6.5 થી નીચો હોઈ શકે. તેને સુધારવા માટે જમીનમાં ચુનો ઉમેરવો. વધારે પી.એચ. આંક એટલે કે જેનો પી.એચ. આંક 8.2 કરતાં વધારે હોય તેમાં જીપ્સમ ઉમેરી જમીન સુધારી શકાય છે. જીપ્સમ જમીનમાં 10 સે.મી. જેટલી ઉંડાઈએ મિશ્ર કરવું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…