જાણો શા માટે દૂધાળા પશુઓને આપવો જોઈએ સારો આહાર અને લીલો ઘાસચારો?

Share post

ખેતરોમાં ચોમાસાની શરુઆત થતા વરસાદ પડતા જ કુમળું ઘાસ ઉગી નીકળે છે. ચોમાસામાં લીલો ઘાસ ચારો વધુ પ્રમાણમાં મળતો હોય પશુઓને આખા વર્ષ દરમ્યાન લીલો ચારો પુરતા પ્રમાણમાં મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. પશુઆહાર અને પશુ માવજત પશુપાલના મહત્વના પાસાઓ છે. પશુ ઉત્પાદનમાં ૭૦ થી ૭૫ % ખર્ચ પશુઓના ખોરાક પાછળ થાય છે. મોટા ભાગના પાળતું પશુઓ (ગાય, ભેંસ, ઘેટા, બકરા) વાગોળતા પ્રાણીઓ હોવાથી ઘાસચારો તેમનો કુદરતી આહાર છે. પશુ આહારમાં ખાણદાણ તેમજ સૂકા અને લીલા ચારાનો સમાવેશ થાય છે.

પશુ આહારમાં લીલો ચારો જાણો તેના ફાયદા:
શરીરના નિભાવ માટે ગાયને એક કિલો તથા ભેંસ/સંકર ગાયને બે કિલો સમતોલ દાણ આપવું જોઈએ. પાંચ માસની ગાભણ અવસ્થા પછી દૈનિક એક થી દોઢ કિલો વધારાનું દાણ આપવું જોઈએ.

પશુને ખોરાકમાં નિયમિત ત્રીસ ગ્રામ જેટલું ક્ષાર મિશ્રણ અને ૨૫ ગ્રામ મીઠું આપવું જોઈએ. દુધાળા પશુને સામાન્ય રીતે દૈનિક ૨૦ કિલો લીલોચારો તથા આઠ થી દશ કિલો સૂકો ચારો આપવો જોઈએ. કઠોળ વર્ગમાં રજકા જેવો ઘાસચારો, પૂરતા પ્રમાણમાં આપવાથી, દુધ ઉત્પાદન ઘટાડયા સિવાય, ખાણદાણનો ખર્ચ ઘટાડી શકાય છે.

ધાન્ય વર્ગના ચારા જેવા કે મકાઈ, જુવાર, ઓટ, બાજરી, સેઢા-પાળાના ઘાસ છે. જ્યારે કઠોળ વર્ગના ચારા જેવા કે રજકો, ગુવાર, ચોળા, બરસીમ અને દશરથ ઘાસ છે. ફક્ત લીલા ચારામાં જ વિટામીન “”એ” તથા અન્ય વિટામીન્સ હોઈ પ્રજનન પ્રક્રિયા નિયમિત બને છે અને નિયમિત વિયાણ થાય છે.

પશુઓમાં વરોળપણું અને રતાંધળાપણું અટકાવી શકાય છે. ક્ષાર અને પોષક તત્વ પ્રમાણસર હોવાથી તંદુરસ્તી અને ઉત્પાદન જાળવી શકાય છે. પશુને હંમેશા જિલ્લા સંધ દ્વારા બનાવાતું સમતોલ દાણ આપો. આ દાણ પશુને જરૂરી બધા પોષક તત્વો ધરાવતું હોય છે તથા ધણું સસ્તું હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…