શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્રની પસંદગી જ કેમ કરી? જાણો તેની પાછળનું રહસ્ય…

Share post

મહાભારત ભારતનો ઈતિહાસ ગ્રંથ છે. મહાભારતનું યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે કુરુ સામ્રાજ્યના સિંહાસન માટે લડાયું હતું. મહાભારતએ માત્ર મહાપુરાણ જ નહીં પંચમ વેદ છે. પરંતુ શું તમે એ કારણથી વાકેફ છો કે, આ યુદ્ધ માટે કુરુક્ષેત્રની જ પસંદગી કયા કારણથી કરવામાં આવી હતી.? જેના વિશે આજે જાણકારી આપવામાં આવી છે.

શ્રવણ કુમારની વાર્તા
શ્રવણ કુમારે તેના માતાપિતાની તીર્થયાત્રાની ઈચ્છા પૂરી કરવા માટે તેમને કાવડમાં બેસાડી લઈ જઈ રહ્યો હતો. તે ચાલતો ચાલતો જ્યારે કુરુક્ષેત્રમાં પહોંચ્યો તો તેણે તેના માતાપિતાને કાવડમાંથી ઉતારી દીધા અને ચાલવાનું કહ્યું. આ ભૂમિમાંથી પસાર થઈ ગયા પછી શ્રવણને તેના કામ પર પશ્વાતાપ થયો અને તેણે ક્ષમા માંગી. ત્યારે તેના માતાપિતાએ જણાવ્યું કે, આ ભૂમિ પર એક સમયે મય નામનો રાક્ષસ થયો હતો. તેણે તેના માતાપિતાની પણ હત્યા કરી નાખી હતી. તેના આ સંસ્કાર કુરુક્ષેત્રમાં રહી ગયા છે. એટલા માટે જ જે પણ આ ભૂમિ પર પગ મુકે છે તેની બુદ્ધિ બગડી જાય છે.

ભાઈના હાથે ભાઈનું મોત
ભગવાન શ્રીકૃષ્ણને યુદ્ધ પહેલા ડર હતો કે યુધ્ધમાં ભાઈ-ભાઈ, ગુરુ-શિષ્ય, કુટુંબના સંબંધીઓ એકબીજાને મરતાં જોઈને યુદ્ધમાં સંધી ન કરી લે. એટલા માટે તેમણે નિર્ણય કર્યો કે, એવું સ્થળ શોધવામાં આવે કે, જ્યાં ક્રોધ અને દ્વેશ વધારે પ્રમાણમાં હોય. આવું સ્થળ શોધવા શ્રીકૃષ્ણએ તેમના દૂતને અલગ અલગ દિશામાં મોકલ્યાં. તેમાંથી એક દૂતએ કુરુક્ષેત્ર વિશે તેમને જાણકારી આપી.

કુરુનું ક્ષેત્ર
બીજી માન્યતા કુરુ સાથે જોડાયેલી છે. એક સમયે કુરુ આ જમીન ખેડી રહ્યાં હતા. ત્યારે દેવરાજ ઈન્દ્ર તેમની પાસે ગયા અને આમ કરવાનું કારણ તેને પુછ્યું. કુરુએ તેમને જણાવ્યું કે, જે પણ વ્યક્તિ આ સ્થળ પર મૃત્યુ પામશે તે પુણ્ય લોકને પામે તેવી મારી ઈચ્છા છે. ઈન્દ્ર તેમની વાત પર હસ્યા અને ત્યાંથી સ્વર્ગલોકમાં જતા રહ્યાં. આવું અનેકવાર થયું અને આ વાત અન્ય દેવ સુધી પણ પહોંચી. ત્યારે બધા જ દેવોએ ઈન્દ્રને સમજાવ્યા કે, તે કુરુને તેમના પક્ષમાં કરી લે. ત્યારપછી ઈન્દ્ર ફરીથી કુરુ પાસે ગયા અને તેમને જણાવ્યું કે, આ ભૂમિ પર માણસ કે પશુ-પક્ષી નિરાહાર રહીને યુદ્ધ કરશે અને તેનો મોત થશે તો તે સ્વર્ગલોકને પામશે. આ વાતથી ભીષ્મ, કૃષ્ણ વાકેફ હતા એટલા માટે યુદ્ધ કુરુક્ષેત્રમાં લડવામાં આવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post