પ્રાચીન કાળથી ગાયના છાણને માનવામાં આવે છે પવિત્ર -જાણો આ રહસ્યમય કારણ

Share post

હિંદુ ધર્મ ની અંદર ગાય ને પવિત્ર પશુ માનવામાં આવ્યું છે અને એવું માનવામાં આવે છે કે ગાય ની અંદર ૩૩ કરોડ દેવી દેવતાઓ નો વાસ છે એટલા માટેજ તેની પૂજા પણ કરવામાં આવે છે. હિંદુ ધર્મ ની અંદર ગાય ના છાણ ને શુભ માનવામાં આવે છે સાથે એ પણ માન્યતા છે કે ગાય ના છાણ ની અંદર લક્ષ્મીજી નો વાસ છે માટેજ કોઈપણ પ્રકાર ની પૂજા હોય તે જગ્યા એ ગાય ના છાણ ની મદદ થી શુદ્ધ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે. આજે પણ ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારમાં ગાયના સુકા છાણાનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે. તમને એ પણ જણાવી દઈએ કે મોટા પ્રમાણમાં છાણ ભેગું કરીને “બાયોગેસ”નું ઉત્પાદન કરી વીજળી માટે ઉપયોગમાં લેવામાં આવે છે.  બાયોગેસની અંદર મુખ્યત્વે મિથેન વાયુ રહેલો હોય છે. આમ, તે પુન:પ્રાપ્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની રહે છે. ગાયના છાણનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે.

ગાય ના છાણ નું મહત્વ:-
પહેલાના સમયમાં સાધુ સંતો માટી અને ગાય ના છાણ ને શરીર પર ઘસીને સ્ન્નાન કરતા હતા તેના પાછળનું ધાર્મિક કારણ એ છે કે, ગાય ના છાણ ની અંદર લક્ષ્મીજી નો વાસ છે એવું માનવામાં આવે છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ગાય ના છાણ ની અંદર હેજ ના જીવાણું ને ખતમ કરવાની શક્તિ હોય છે, ક્ષય ના રોગીઓ ને ગાય ના તબેલા ની અંદર રાખવા થી છાણ અને ગૌ મૂત્ર ની ગંધ થી ક્ષય રોગ ના જીવાણું મરી જાય છે.

પશુના મૃત્યુ બાદ એક સિંગડા ની અંદર છાણ ભરી તેને જમીન ની અંદર દાટી દેવાથી સમાધિ ખાતર મળે છે જે કેટલા બધા એકર જમીન માટે ફાયદાકારક સાબિત થાય છે.

વૈદિક વિધિઓમાં ગાયના છાણ નો ઉપયોગ કરી ને હવન કુંડ નું પણ નિર્માણ કરવામાં આવે છે અને અગ્નિ પ્રગટવા માટે પણ છાણા નો ઉપયોગ કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…