અચૂક વાંચો: શા માટે કોરોનાથી વિદેશ જેટલા મોત ભારતમાં નથી થયા? તેની પાછળ છે ગ્રામીણ પરંપરા

Share post

કોરોનાના ભઈ હેઠળ એક સાથે ત્રણ મહિના જેટલી ગ્રોસરી લઈને આવેલા સંતાનને તેના પપ્પાએ કહ્યું કે, આપણા બાપદાદા કેવા દીર્ઘદૃષ્ટિ ધરાવતા હશે. એવું જોઈને અમે પણ ઘરમાં એક વર્ષના ઘઉં ચોખા અને સીંગતેલના ડબ્બા ભરી લેતા. ઘણા પરિવારોએ આ રીતે તુવેરની દાળ અને કઠોળ ખરીદી લેતા. એક વખત ઘઉં ચોખા એક વર્ષના આવી જાય તે પછી કોઈ પણ વિપરિત સંજોગોનો ડર નહોતો રહેતો. અમુક મહિનાની આવક ઘટે તો પણ ચૂલો સળગતો રહે તો.

વડીલ એ સંતાનો અને પૌત્ર-પૌત્રીઓને પણ આ વાત માં રસ પડે છે. તે જોયું અને ઉમેર્યું કે તમે  પણ આ વિપત્તિ વેળા એ જાણી લો કે ભારત દેશના ગરીબો અને મધ્યમ વર્ગ ની કરોડોની વસ્તીને શાકભાજી ન મળે તો પણ આપણી સંસ્કૃતિનો એવો વારસો છે કે આપણી પાસે અથાણા છે. જે વૈભવ વિદેશીઓ પાસે નથી. હવે તો ઓછા આવા પરિવારો છે. પણ અમારી માતા વર્ષ આખું ચાલે એટલા ખાટા, તીખા, ગળ્યા પાંચ સાત જાતના કાચી કેરી, ગુંદા અને કેરીના અથાણા બનાવી મોટી બરણીમાં એવી રીતે મુક્તિ કે બીજું કંઈ જ ના હોય તો રોટલી અને થેપલા જોડે અથાણું ખાવાની મજા કંઇક ઓર જ રહેલી.

આપણી પાસે ઘઉંની રોટલી અને બાજરાના રોટલા જેવુ ઈશ્વરનું વરદાન છે. જે વિશ્વના કોઈ દેશો પાસે નથી. રોટલી કે રોટલા જોડે દૂધ કે છાશ હોય તો પણ બીજી કોઈ વસ્તુ ની જરૂર ન પડે. તેવી જ રીતે રોટલી અને રોટલા જોડે એકલી કાચી ડુંગળી હોય તો પણ જમાવટ ઉનાળાની આખી ઋતુ આપણે માત્ર રોટલી અને પાકી કેરીના અમૃત રસ થકી જાણે ઈન્દ્રના દરબારમાં બેઠા હોઈએ તેવી આહલાદક અનુભવ મેળવી શકીએ. વાટકીમાં ખાવાનું તેલ મરચું, મીઠું અને થોડી હિંગ નાખીને તે મિશ્રણને રોટલી પર ચોપડીને તેનું બીડું વાળીને આઠ-દસ રોટલી તો એમ જ બપોરે નાસ્તામાં ઠપકારી દેવાતી. તેમાં ઘણા વળી એવી સર્જનાત્મક લાવ્યા કે દૂધની તપેલીમાં દૂધ પર તરતી મલાઈ ને રોટલી પર થથેરો કરીને ઉપર ખાંડ ભભરાવીને  ખાઈ જવાનું. ત્યારે ક્યાં બ્રેડ-બટર હતા અને હા રોટલીના નાના-નાના ટૂકડા કરીને તેમાં ગોળ અને થોડુંક ઘી નાખી ને મસળી નાખી એટલે ભુસેલું તૈયાર થઈ જતું.

લોકડાઉન માં નવી પેઢીને એટલી તો ખબર હોવી જોઈએ કે આપણી પાસે આહાર અને વિહાર ને એવી સંસ્કૃતિ છે જે તેઓને ઓછી જરૂરિયાતો વચ્ચે પણ જીવાડી શકે છે. અમેરિકા અને પશ્ચિમના દેશો લોકડાઉન માં પાગલ અને માનસિક દર્દીઓ બની ગયા છે તેની તુલનામાં આપણે લોકડાઉન અવસર અને માનવ જગતને કુદરતે આપેલા બોધ પાઠ તરીકે જોઈએ છીએ અમેરિકા અને યુરોપના મૃતકોમાં 80% વૃદ્ધો છે. જેઓ વર્ષોથી ઘરડા ઘરમાં કે તેમના ઘરે એકલા રહે છે. આપણા જેવા પરિવારના સંસ્કાર અને સંસ્કૃતિ ત્યાં નથી. તેની કિંમત તેઓ ચૂકવી રહ્યા છે. આપણા વડીલો તેમના સંતાનો જોડે સાથે કે દૂર હોય તો પણ પ્રેમ અને આશીર્વાદ મેળવે છે.

પાડોશીઓ સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને એક નાગરિક બીજાની મદદ માટે હંમેશા તત્પર છે કોરોના વાયરસ આપણા શરીરની આંતરિક સીસ્ટમને હચમચાવી શકે પણ. આપણી સંસ્કૃતિ ઢાલ બનીને હદે પાયમાલ કરવાના ઈરાદા માં સફળ નહીં થવા દે. નવી પેઢીએ જૂની પેઢીનું ખેલદિલીપૂર્વક અપનાવવા ગ્રહણ કરવું અને પશ્ચિમના રવાડે નહીં પણ સંતાનોના રોટલી ખાતાં રાખીને ઉછેર કરવો રહ્યો કેમ કે રોટલી મીઠું પણ કપરા સંજોગોમાં જે જીવાડી જશે.

કાયપણ ભુલ ચૂક હોય તો સુધારીને વાચવા વિનંતી.

-અજ્ઞાત


Share post