જાણો શું કામ વૃક્ષોની નીચે સફેદ અને લાલ રંગના પટ્ટા બનાવવામાં આવે છે? – જવાબદાર છે આ વૈજ્ઞાનિક કારણ

Share post

ઘણીવાર તમે મુસાફરી કરતી વખતે અથવા તો ક્યાંક આવતા-જતા રોડ પર વૃક્ષ તો જોયા હશે પરંતુ ઘણીવાર વૃક્ષોના થડ પર વિવિધ રંગના પટ્ટા જોઇને તમને એમ થતું હશે કે, વૃક્ષ પર આવું શાં માટે કરવામાં આવતું હોય છે. હાલમાં આને લઈ એક જાણકારી સામે આવ્યા છીએ. ક્યાંક આવતા-જતા સમયે ખાસ કરીને તમે જોયું હશે કે, રોડના કાંઠે રસ્તના ઝાડ પર સફેદ અથવા તો લાલ રંગના કલરથી રંગવામાં આવે છે.

શું આપ ક્યારેય આ અંગે વિચાર કર્યો છે કે, એવું કેમ કરવામાં આવે છે? ખરેખર એની પાછળ કેટલાંક વૈજ્ઞાનિક કારણ રહેલાં છે. જેના અંગે કદાચ જ તમે જાણતા હશો.ઝાડનાં નીચેનાં ભાગમાં રંગવાની આ પદ્ધતિ ખૂબ પ્રાચીન છે. આની પાછળનો ઉદ્દેશ લીલોતરીવાળા વૃક્ષોને વધારે શક્તિ આપવાનો છે. તમે જોયું જ હશે કે, ઝાડમાં તિરાડો પડતી હોય છે તેમજ એની છાલ નીકળવાનું શરૂ થઈ જાય છે, જેને લીધે ઝાડ નબળા પડી જાય છે.

તેથી જ એને રંગવામાં આવે છે, જેને લીધે એમની શક્તિ રહે તથા ઝાડની ઉંમર લાંબી રહે.વૃક્ષોને રંગવા પાછળનો એક ધ્યેય રહેલો છે કે, એમાં કીડા અથવા તો કોઇ જંતુ ન થાય. કારણ કે, આ જંતુઓ કોઈપણ વૃક્ષને અંદરથી ખોખલા બનાવી દેતાં હોય છે પરંતુ પેઇન્ટિંગથી ઝાડમાં જંતુઓ જતા નથી, જેને લીધે એ સુરક્ષિત રહે છે.ઝાડને રંગવાથી એમની સલામતીમાં પણ સુધારો આવે છે.

આ સૂચવે છે કે, એ વૃક્ષો વન વિભાગની નજરમાં રહેલાં છે. જેથી એને કાપી શકાય પણ નહીં.ઘણી જગ્યાએ વૃક્ષને રંગ આપવા માટે માત્ર સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવે છે પણ કેટલીક જગ્યાએ લાલ અથવા તો વાદળી રંગનો ઉપયોગ પણ કરવામાં આવે છે.રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુનાં વૃશને પણ સફેદ રંગથી રંગવામાં આવે છે, જેને કારણે રાતના અંધારામાં પણ, આ ઝાડ તેમની ચમકને કારણે આસાનીથી જોઇ શકાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post