મોટાભાગનાં લોકોને જાણ નહી હોય કે શાં માટે યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે?

Share post

હિંદુ ધર્મમાં યજ્ઞની પરંપરા વૈદિક કાળથી ચાલતી આવી રહી છે. હિંદુ ધર્મ ગ્રંથોમાં મનોકામના પૂર્તિ અને અનિષ્ટને ટાળવા માટે યજ્ઞ કરવાના પ્રસંગ મળે છે. રામાયણ તેમજ મહાભારતમાં એવા ઘણાં રાજાઓનું વર્ણન જોવા મળે છે કે, જેમણે અનેક યજ્ઞ કર્યાં છે. દેવતાઓને પ્રસન્ન કરવા માટે પણ યજ્ઞ કરવાની પરંપરા રહેલી છે. શાસ્ત્રો મુજબ યજ્ઞની રચના સૌપ્રથમ પરમપિતા બ્રહ્મા દ્વારા કરવામાં આવી હતી. યજ્ઞનું સંપૂર્ણ વર્ણન વેદોમાં જોવાં મળે છે.

યજ્ઞનું બીજું નામ અગ્નિ પૂજા રહેલું છે. યજ્ઞથી દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે. આની સાથે જ મનગમતું ફળ પણ પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્માએ માનવીની સાથે યજ્ઞની પણ રચના કરી હતી. મનુષ્યને કહ્યું હતું કે, આ યજ્ઞ દ્વારા જ તમારી ઉન્નતિ થશે. યજ્ઞ તમારી ઇચ્છિત મનોકામના તેમજ જરૂરિયાતોને પૂર્ણ કરશે. તમે યજ્ઞ દ્વારા દેવતાને પ્રસન્ન કરો, તેઓ તમારી ઉન્નતિ કરશે.

ધર્મ ગ્રંથોમાં અગ્નિને ઈશ્વરનું મુખ માનવામાં આવે છે. એમા જે આહૂતિ આપવામાં આવે છે, હકીકતમાં તે બ્રહ્મભોજ છે. યજ્ઞના મુખમાં આહૂતિ આપવી, પરમાત્માને ભોજન કરાવવું એ બંને એકસમાન છે. યજ્ઞમાં દેવતાઓની આવભગત થાય છે. ધર્મ ગ્રંથોમાં યજ્ઞનો ખૂબ જ મહિમા ગાવામાં આવ્યો છે. વેદમાં પણ યજ્ઞનો વિષય મુખ્ય રહેલો છે. યજ્ઞથી ભગવાન પ્રસન્ન થાય છે.

યજ્ઞની સાથે જોડાયેલ વિજ્ઞાન:
યજ્ઞ એક મહત્ત્વપૂર્ણ વિજ્ઞાન છે. એમાં જે વૃક્ષની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં વિશેષ પ્રકારના ગુણ રહેલાં હોય છે. કેવા પ્રયોગ માટે કયા પ્રકારની સામગ્રી હોમવામાં આવે છે, તેનું પણ વિજ્ઞાન છે. તે વસ્તુઓના મિશ્રણથી એક વિશેષ ગુણ તૈયાર થાય છે કે, જે બળવાથી વાયુમંડળમાં વિશિષ્ટ પ્રભાવ ઉત્તપન્ન કરે છે. વેદ મંત્રોના ઉચ્ચારણની શક્તિથી તે પ્રભાવમાં વધારો થાય છે.

જે વ્યક્તિ યજ્ઞમાં સામેલ થાય છે, તેના ઉપર અને વાયુમંડળ ઉપર તેનો મોટો પ્રભાવ પડે છે. વૈજ્ઞાનિકો અત્યાર સુધીમાં કૃત્રિમ વરસાદ લાવવામાં સફળ થયા નથી, પણ યજ્ઞ દ્વારા વર્ષાનો પ્રયોગ સફળ થાય છે. વ્યાપક સુખ-સમૃદ્ધિ, વર્ષા, આરોગ્ય, શાંતિ માટે મોટા યજ્ઞોની જરૂર પડે છે પણ નાના હવન પોતાની સીમા તથા મર્યાદાની અંદર વ્યક્તિને લાભ આપે છે.

હવન અને યજ્ઞ એમ બન્નેની વચ્ચે રહેલો ફરક:
હવન એ યજ્ઞનું એક નાનું સ્વરૂપ છે. કોઇપણ પૂજા અથવા તો જાપ કર્યાં બાદ અગ્નિમાં આપવામાં આવતી આહુતિની પ્રક્રિયા હવન સ્વરૂપે ખુબ પ્રચલિત છે. યજ્ઞ કોઇ ખાસ ઉદેશ્યથી દેવતા વિશેષને આપવામાં આવતી આહુતિ છે. તેમાં દેવતા, આહુતિ, વેદ મંત્ર, ઋત્વિક, દક્ષિણા ખુબ જરૂરી હોય છે. હવન હિંદુ ધર્મમાં શુદ્ધિકરણનું એક કર્મકાંડ છે. કુંડમાં અગ્નિના માધ્યમથી દેવતાની પાસે ભોજન પહોંચાડવાની પ્રક્રિયાને ‘હવન’ કહેવામાં આવે છે.

હવિ, હવ્ય અથવા તો હવિષ્ય તે પદાર્થ છે, જેની અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે. હવન કુંડમાં અગ્નિ પ્રજ્જવલિત કર્યા બાદ પવિત્ર અગ્નિમાં ફળ, મધ, ઘી, લાકડું વગેરે પદાર્થોની આહુતિ મુખ્ય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, જો તમારી આજુબાજુ કોઇ ખરાબ આત્માનો વાસ રહેલો હોય તો હવન પ્રક્રિયાથી એને મુક્તિ મળે છે. શુભકામનાઓ, સ્વાસ્થ્ય તથા સમૃદ્ધિ વગેરે માટે પણ હવન કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post