ગાય અને ભેંસ માંથી કોનું દૂધ પીવું સૌથી શ્રેષ્ઠ છે? જાણો આ ચોંકાવનારી હકીકતો

Share post

પશુપાલનનાં વ્યવસાયમાંથી ગામડાંનાં પશુપાલકો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. ઘણીવાર તમે સાંભળ્યું જ હશે કે, ગાયના દૂધ કરતાં ભેસના દુધની કિંમત વધારે રહેલી હોય છે. ઘણાં લોકોના મનમાં પ્રશ્ન થતો હોય છે કે, ગાયનું દૂધ પીવું કે ભેસનું? તો આજ અમે આપની માટે એક જાણકારી લઈને આવ્યા છીએ. દૂધ એ આપણા સ્વાસ્થ્યની માટે કેટલું જરૂરી છે એ આપણે સૌ જાણીએ છીએ. માં નું દૂધ તમામ બાળકનો પ્રથમ ખોરાક રહેલો હોય છે.

ત્યારપછી આપણે જીવનભર ગાય તથા ભેંસનું દૂધ પીએ છીએ. દૂધ એવી વસ્તુ છે કે, જે ફક્ત બાળકોની માટે જ નહીં પણ નાનાથી લઈને મોટા સૌ કોઈની માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યારે વાત ગાય તથા ભેંસના દૂધમાંથી કોનું દૂધ પીવાં માટેશ્રેષ્ઠ છે એ નક્કી કરવાની આવે ત્યારે સૌ કોઈ વિચારમાં પડી જતાં હોય છે પણ હવે આપને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, આજે અમે આપને જણાવીશું કે, ગાય તેમજ ભેંસમાંથી કોનું દૂધ આપની માટે વધુ ફાયદાકારક રહેલું છે.

દૂધમાં કેલ્સિયમનું પ્રમાણ ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે. આ કલ્સિયમ આપણા હાડકા તેમજ દાંતોની માટે ખુબ જ જરૂરી હોય છે. આ જ કારણે ડોક્ટરો પણ સ્વસ્થ રહેવાં માટે દરરોજ દૂધ પીવાનું માર્ગદર્શન આપતાં હોય છે.પોષણનાં રૂપમાં જોઈએ તો ગાય તથા ભેંસ એમ બંનેનું દૂધ પીવા માટે ખુબ જ લાભદાયક છે પણ ભેંસનું દૂધ થોડું ઘાટું તેમજ વજનદાર હોવાંને કારણે ઝડપથી પચતું નથી. જ્યારે એની સરખામણીમાં ગાયનું દૂધ આછું હોવાંને કારણે એ ઝડપથી પચી પણ જાય છે.

ભેંસનું દૂધ ઘાટું હોવાંને કારણે એમાં ફેટની માત્રા પણ ઘણી વધારે હોય છે. ભેંસનું દૂધ કુલ 7-10 ફેટ સુધીનું હોય છે. જ્યારે એની તુલનામાં ગાયનું દૂધ કુલ 3-4 ફેટનું જ હોય છે. આ જ કારણ છે કે, બાળકો તેમજ વૃદ્ધોની માટે ગાયનું દૂધ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ભેંસનું દૂધ કોણે પીવું જોઈએ?
એવું કહેવામાં આવે છે કે, ભેંસનાં દૂધમાં ગાયનાં દૂધની સરખામણીએ કુલ 10-11% વધારે પ્રોટીન રહેલું હોય છે. એ માટે એના શરીરમાં પ્રોટીનની ઉણપ હોય એમણે ભેંસનું દૂધ પીવું જોઈએ. ભેંસનાં દૂધમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘણી ઓછી હોય છે. જેને કારણે આ દૂધ હાયપરટેન્શન તેમજ કિડની પ્રોબ્લેમથી પરેશાન લોકોની માટે ખુબ લાભદાયક માનવામાં આવે છે.

ગાયનું દૂધ કોણે પીવું જોઈએ?
જો, આપ પાણી ઓછું પીઓ છો અને એવું ઈચ્છી રહ્યા છો કે, શરીરમાં પાણીની અછત ઉત્પનન ન  થાય તો તમારે ગાયનું દૂધ પીવું જોઈએ. ગાયનાં દૂધમાં કુલ 90% પાણી રહેલું હોય છે. જે તમને હાઈડ્રેટ રાખે છે. જે લોકો પોતાનું વજન ઘટાડવા માગે છે એવાં લોકોની માટે પણ ગાયનું દૂધ ફાયદાકારક છે. કારણ કે, એમાં ફેટની માત્રા ખુબ ઓછી હોય છે. આની સાથે જ ગાયનાં કુલ 100 મિલી દૂધમાં માત્ર કુલ 61 કેલેરી રહેલી હોય છે.દૂધ તમામ ઉમરના લોકોની માટે ગુણકારી છે. યુવાન લોકોને ઓછા ફેટ વાળું દૂધ તેમજ સ્કિમ્ડ મિલ્કની જરૂરીયાત હોય છે. જ્યારે ભેંસનું દૂધ એવા લોકોની માટે જરૂરી છે, જેમના શરીરમાં પ્રોટીન તેમજ ચરબીની ઉણપ રહેલી હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post