પુલવામાં હુમલાથી કોને થયો ફાયદો, તપાસ નું શું થયું?: જાણો કોણે પૂછ્યું આવું

Share post

પુલવામાં આતંકી હુમલાની પહેલી પુણ્યતિથિ એ દેશ આજે શહીદ જવાનોને યાદ કરી રહ્યો છે. આ અવસરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ શહીદોને શ્રદ્ધાંજલિ આપી, સાથે જ ઘણા પ્રકારના સવાલો પણ કર્યા.નરેન્દ્ર મોદીને નિશાન બનાવતાં રાહુલ ગાંધીએ પૂછ્યું કે હજુ સુધી આ મામલાની તપાસ નું શું થયું? આખરે આનો ફાયદો કોને થયો?

રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વિટ કરી પુલવામાં હુમલા પર ત્રણ સવાલ પૂછ્યા. કોંગ્રેસ નેતાએ લખ્યું કે આજે આપણે પુલવામાં ના 40 શહીદો ને યાદ કરી રહ્યા છે ત્યારે આપણે પૂછવું જોઈએ…

1. પુલવામાં આતંકી હુમલાનો કોને સૌથી વધારે ફાયદો થયો?

2. પુલવામાં આતંકી હુમલાને લઇને થયેલી તપાસમાં સામે આવ્યું?

3. સુરક્ષામાં ચૂક માટે મોદી સરકારમાં કોણે જવાબદારી લીધી?

રાહુલ ગાંધી થી પહેલા સીપીઆઈ(એમ) નેતા મહંમદ સલીમ એ પણ પુલવામાં આતંકી હુમલાને લઇને સરકાર પર નિશાન સાધ્યું. મહંમદ સલીમ ટ્વિટર પર લખ્યું કે, “અમારે જવાનો માટે કોઈ મેમોરિયલ નથી જોઈતું.પરંતુ અમે એ જાણવા માગીએ છીએ કે આંતરરાષ્ટ્રીય બોર્ડર થી ૮૦ કિલો આરડીએક્સ ભારતમાં કઈ રીતે આવ્યું, એ પણ એવી જગ્યા પર જ્યાં તેના મોટી સંખ્યામાં હાજર છે.”

હુમલા બાદ ઊભા થયા હતા આ સવાલો

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં પુલવામા 14 ફેબ્રુઆરી 2019 ના રોજ થયેલા આતંકી હુમલા બાદ ઘણા પ્રકારના સવાલ ઊભા થયા.કારણ કે જમ્મુ-કાશ્મીરમાં જ્યારે આટલો મોટો સેનાનો કાફલો જઈ રહ્યો હતો ત્યાં એક સામાન્ય ગાડી કેવી રીતે રસ્તામાં આવી ગઈ. એમાં એટલું બધું આરડીએક્સ ભરેલું હતું કે સીઆરપીએફની આખી ગાડી ઉડી ગઈ. એ આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયા હતા.

ત્યારે પણ વિપક્ષે સાધ્યું હતું નિશાન

જે વખતે પુલવામાં આતંકી હુમલો થયો હતો ત્યારબાદ ભારતીય સેનાએ તેનું બદલો લીધો અને પાકિસ્તાનના આતંકી અડ્ડા ઉપર બોમ્બ વરસાવ્યા હતા. આ જવાબી કાર્યવાહીમાં આતંકી માર્યા ગયા હતા.પરંતુ ત્યારબાદ તરત જ લોકસભા ચૂંટણી આવી તો વિપક્ષે ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ચૂંટણી પ્રચારમાં સેનાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post