ઘરના છોકરા ઘંટી ચાંટે? ગુજરાત સરકાર મોંઘા ભાવની ડુંગળીઓ મોકલશે બાંગ્લાદેશ- ખેડૂતોને ઠેંગો

Share post

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીના કારણે ખેડૂતોની હાલત ખૂબ જ કફોળી બની છે. જેમાં ડુંગળીનું વાવેતર કરેલ ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા ખેડૂતોને ડૂંગળી બાંગ્લાદેશ મોકવાનો વારો આવ્યા છે ત્યારે આ બાબતે રેલવે મંત્રી પિયુષ ગોયલ દ્વારા પણ ટ્વીટ કરી જાણકારી આપવામાં આવી છે કે, સમગ્ર ભારતમાંથી ગુજરાતના ધોરાજી સ્ટેશનથી પ્રથમવાર ડૂંગળીની નિકાસ બાંગ્લાદેશ થઈ રહી છે.

ગુજરાતના ખેડૂતોને ડુંગળીનો ભાવ પૂરતા પ્રમાણમાં મળી રહ્યો નથી જેના કારણે ગુજરાતમાં સૌ પ્રથમવાર ધોરાજીથી બાંગ્લાદેશ ડૂંગળી જઇ રહી છે કારણ કે, ખેડૂતોને ડૂંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ વાવેતર કરેલી ડૂંગળી બગડી રહી છે અને કોઈપણ ખરીદવા તૈયાર થતું નથી. જેના પગલે ખેડૂતો અને વેપારી દ્વારા નફો થશે કે નુકશાન એ પણ ખબર ન હોય છતાં પણ આ ડૂંગળી બાંગ્લાદેશ મોકલવામાં આવી રહી છે.

બજારમાં લોકો પાસેથી ડુંગળીનો ભાવ મોટા પ્રમાણમાં ઉઘરાવવામાં આવી રહ્યો છે. જેની સામે ખેડૂતો પાસેથી નહીવત ભાવમાં ડુંગળી ખરીદવામાં આવી રહી છે. જેના કારણે રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ સહિતના જિલ્લામાંથી ખેડૂતો દ્વારા 1500 મેટ્રીક ટન ડૂંગળી 47 લાખના ભાડા સાથે બાંગ્લાદેશને મોકલવામાં આવી રહી છે ત્યારે હજુ પણ 3 થી 4 લાખ મણ ડૂંગળી સ્ટોકમાં પડી છે અને બગડી રહી છે ત્યારે ખેડૂતોની ડુંગળી કોઈપણ ખરીદવા તૈયાર ન હોય ત્યારે હજુ જુના માલની નિકાસ નથી થઈ તેની સામે સાઉથથી નવો માલ પણ આવવાનું શરૂ થઈ જતા વેપારીઓની હાલત પણ કફોળી બની છે.

હાલમાં ગુજરાતના ખેડૂતો દ્વારા સરકારને એ પણ માંગણી કરવામાં આવી છે કે, 42 વેગનની જગ્યાએ 20 વેગન આપવામાં આવે તો અમે પોષણક્ષમ ભાવે ડુંગળીની નિકાસ કરી શકીએ અને ખેડૂતોને પણ ફાયદો થાય તેમજ ખેડૂત દ્વારા એ પણ માંગ કરવામાં આવી છે કે, સરકાર દ્વારા સ્ટોકમાં પડેલી ડૂંગળી ખરીદી લેવામાં આવે નહીં તો ખેડૂતોને પોતાની મિલકત વેચવાનો વારો આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post