શિયાળામાં ક્યારે-ક્યારે આપવી જોઈએ પિયત? દરેક ખેડૂત મિત્રો ખાસ વાંચે અને શેર કરે…

Share post

પાકના તંદુરસ્ત વિકાસ માટે તથા જમીનની જાળવણી માટે પાકને જરૂર પ્રમાણે પિયત આધુનિક પિયત પદ્ધતિ જેમ કે, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પિયત પદ્ધતિથી આપવું જોઈએ. જેને કારણે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય. પાકની પાણીની જરૂર જમીનનો પ્રકાર તેમજ હવામાન પર આધાર રાખે છે. પાકની જરૂર પ્રમાણે યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં તથા યોગ્ય પદ્ધતિથી પિયત આપવામાં આવે તો મર્યાદિત પાણીથી મહત્તમ પાક ઉત્પાદન મેળવી શકાય છે.

પાકને કયારે પિયત આપવું જોઈએ ?
પાક વૃદ્ધિના અમુક તબકકાએ પાકને પાણીની ખુબ જરૂરિયાત રહે છે. આ તબક્કામાં પાકને પાણી આપવામાં આવે તો પાકનો સંપૂર્ણ વિકાસ થાય છે તેમજ પુરતુ ઉત્પાદન મળે છે. જો આ તબ્બકાએ પાણી પુરૂ પાડવામાં ન આવે તો ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ અવસ્થાને પાકની વૃદ્ધિની કટોકટીની અવસ્થા કહેવામાં આવે છે. યોગ્ય પાક ઉત્પાદન મેળવવા માટે પાક વૃદ્ધિની કટોકટીની અવસ્થાએ અવશ્ય પિયત આપવું જોઈએ.

વધારે પિયતથી ખર્ચમાં વધારો તો થાય જ છે. આની સાથ જમીન પણ બગડે છે, રોગ-જીવાત તેમજ નીંદણનો પણ ઉપદ્રવ સતત વધતું જાય છે. શિયાળામાં ખાસ કરીને તો ઘઉં, જીરૂ, તુવેર, ચણા, કપાસ, દિવેલા, ઈસબગુલ, અજમા, સુવા, ધાણા, મેથી, અસાળિયો, મકાઈ, રાજગરો, સુર્યમૂખી સરસવ, કસુંબી, રાઈ, વરિયાળી વગેરે પાકનું વાવેતર કરવામાં આવે છે. આ તમામ પાકને પોતાની આગવી પાણીની જરૂર રહેલી હોય છે.

પિયત પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા:

જમીનને સમતળ કરી યોગ્ય ઢાળ આપવો જોઈએ. જમીનના પ્રકાર તેમજ ઢાળને ધ્યાનમાં રાખી યોગ્ય માપના કયારા બનાવી પિયત આપવું જોઈએ.

પાણીના વહન માટે પ્લાસ્ટિક અથવા તો પાઈપ લાઈનનો ઉપયોગ કરવો જોઈએ. સેન્દ્રિય પદાર્થ અથવા પ્લાસ્ટિકનું આવરણનો ઉપયોગ કરવાંથી જમીનમાંથી થતું બાષ્પીભવન અટકાવીને , કુલ 2 પિયત વચ્ચેનો ગાળો વધારી, પિયતની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે.

કાળી જમીનમાં તિરાડો પડે છે. જમીનમાંથી પાણી ઊંડુ ઉતરી જાય છે જેથી પિયત આપતા પહેલા છીછરી આાંતરખેડ કરીને તિરાડો પુરવી જરૂરી છે.

પાકની કટોકટીની અવસ્થાએ પિયત આપવું જોઈએ. કયારા, ધોરીયા છલકાવા દેવા જોઈએ નહી. પાણીની અછતની સ્થિતિમાં એકાંતર ચાસમાં પિયત આપવું જોઈએ. ખાસ કરીને કપાસ, એરંડા, તુવેર જેવા પાકોમાં કુલ 40% પાણીની બચત થાય છે.

યોગ્ય પિયત પદ્ધતિની પસંદગી કરવી જેમ કે, ટપક પિયત પદ્ધતિ દ્વારા પિયત આપવાથી કુલ 95% સુધી કાર્યક્ષમતા વધારી શકાય છે. ફુવારા, મીનીસિપ્રેકલર પદ્ધતિથી કુલ 26% પાણીની બચત કરી શકાય છે.

મર્યાદિત પિયત સ્થિતિમાં શેરડી, કપાસ, રીંગણી, ટામેટી જેવા પાકોમાં નીકપાળા અપનાવીને વાવેતર કરવાથી ખુબ ઓછા પાણીએ વધુ વિસ્તારમાં પાક લઈ શકાય છે.

શિયાળુ પાકોની સંશોધન આધારીત પાણીની જરૂરીયાત

ઘઉં:
ઘઉં ખુબ અગત્યનો પાક છે તેમજ માનવી ના ખોરાકમાં ઘઉંનો ખુબ યોગદાન રહેલું છે તેથી મર્યાદિત પાણીથી ઉત્પાદન મેળવવા પિયત માટે નકકી થયેલ પાકની વૃદ્ધિની કટોકટીની અવસ્થાએ અવશ્ય પિયત આપવું જોઈએ. પાકના ઉગાવા પછી મુખ્ય કટોકટીની અવસ્થાએ પિયત આપવું જોઈએ. હલકી તથા રેતાળ જમીન હોય ત્યાં કુલ 9 પિયત આપવાની જરૂર રહે છે.

જયારે ભારે કાળી જમીનમાં માત્ર 8 પિયતથી ખુબ પાક સારો થાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારની ઓછી ઊંડાઈ વાળી જમીનમાં કુલ 10 પિયત આપવાની જરૂર રહે છે. ઘઉંના પાકમાં પોંક અવસ્થા પછી પિયત આપવું જોઈએ નહી. આ અવસ્થા પછી પિયત આપવાથી દાણામાં પોટીયાપણુ આવી જતું હોય છે તેમજ દાણાનો ચળકાટ ઘટી જાય છે. જેને કારણે ગુણવત્તામાં ઘટાડો તથા બજારભાવ ખુબ ઓછો મળે છે.

જીરુ :
જીરૂ પિયત માટે ખુબ સંવેદનશીલ પાક છે. આ પાકને જરૂર પ્રમાણે પિયત આપવું જોઈએ. વધુ પડતાપિયતથી ચરમીનો રોગ ફેલાય છે તેમજ પાકને ખુબ નુકસાન કરે છે. ઘણીવાર પાક સંપૂર્ણપણે નાશ પામે છે. જેથી જીરાના પાકની સફળતાનો આધાર પિયત વ્યવસ્થા પર રહેલો છે. જીરાનો પાક વાવેતર કર્યા પછી યોગ્ય સમયે 4 પિયતથી સફળતાપૂર્વક લઈ શકાય છે.

હવામાનમાં ખુબ ભેજ હોય તથા વાદળછાયુ હોય ત્યારે પિયત આપવાનું ટાળવું જોઈએ. વાવેતર કર્યા પછી જમીનના પ્રકાર તેમજ ઢાળ પ્રમાણે યોગ્ય માપના કયારા બનાવીને કયારા સમતલ કર્યા પછી જ પિયત આપવું જોઈએ. ત્યારબાદ 5 દિવસ પછી બીજુ પિયત આપવું. આમ, માત્ર 2 પિયતથી પાકનો સંપૂર્ણપણે ઉગાવો થઈ જશે..

તુવેર :
તુવેર કઠોળ વર્ગનો ખુબ અગત્યનો પાક છે. તુવેરનું વાવેતર આંતરપાક તરીકે કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે મગફળી, તુવેર રીલે પાક પદ્ધતિથી વાવેતર કરવામાં આવે છે. આ વાવેતર મુખ્યત્વે ઓગષ્ટ મહિનામાં મગફળીના ઊભા થયેલ પાકમાં બે હારની વચ્ચે કરવામાં આવે છે. પાકની શરૂઆતની અવસ્થા વખતે ચોમાસુ ઋતુમાં પિયત આપવાની જરૂર રહેતી નથી. ચોમાસા પછી મગફળી કાઢયા બાદ પાળા ચઢાવીને પિયત આપવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post