આત્મનિર્ભર ભારતની મોટીમોટી વાતો કરનારી સરકાર, દેશના છોડી વિદેશ માંથી મંગાવશે મોટા જથ્થામાં બટાકા

Share post

ખેડૂતભાઈઓ માત્ર 32 રુપિયા પ્રતિ કિલો બટાકા આપવા માટે તૈયાર થયા છે પરંતુ સરકાર ભૂતાનથી ઈન્પોર્ટ કરી રહી છે. ઈન્પોર્ટ કરવામાં અધિકારીને કમિશન મળી રહ્યું છે. અમે તો કમિશન આપી શકીશું નહી. અમને સરકાર રોકડ રકમ આપે તેમજ બટાકાની ખરીદી કરી લે. ખેડૂતો બટાકા માત્ર 60 રુપિયે પ્રતિ કિલો વેચી રહ્યા નથી. ભાવ તો મંડીમાં બેઠેલ દલાલો તેમજ વેપારીઓ બમણી કરી રહ્યા છે. એમના પર સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. આ વાત બટાકાનું ઉત્પાદન કરનાર ખેડૂત સમિતિ આગ્રા મંડળના મહાસચિવ આમિર ચૌધરીએ કરી હતી.

ચૌધરીએ જણાવતાં કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ દેશનું સૌથી મોટુ બટાકાનું ઉત્પાદક રાજ્ય રહેલું છે. આની સાથે જ આગ્રા તથા ફિરોઝાબાજનો વિસ્તાર આ ઉત્પાદનનો ગઢ છે.  અમારી પાસે ઉત્પાદનનો મોટો જથ્થો રહેલો છે એમ છતાં આટલો ભાવ વધી ગયો તો એની પાછળ રહેલ સપ્લાયની ચેન ગડબડી છે. સરકારે એવાં લોકો વિરુદ્ધ કડક પગલા ભરે કે જેઓ ગડબડ કરી રહ્યાં છે.

ખેડૂતોને હેરાન કરી રહ્યાં છે. બટાકાની કોઈ અછત રહેતી નથી. માત્ર સપ્લાય ચેનમાં ગડબડને સુધારવાની જરુરીયાત રહેલી છે. જો કે, કેટલાક અધિકારીઓ તથા નેતા એવું ઈચ્છતા નથી. કારણ કે, ત્યારપછી આયાત- નિકાસની રમતમાં કમિશન ખોરી ખતમ થઈ જશે. ચૌધરી આ દિવસોમાં પોતાના સંગઠન તરફથી કુલ 30 રુપિયા કિલોના દરે વિવિધ સ્થળોએ ગાડી મોકલીને બટાકાનું વેચાણ કરી રહ્યાં છે. આ કાર્ય સરકાર પણ કરી શકે છે.

બટાકાના ભાવમાં વધારો થાય તો સરકારે કોલ્ડ સ્ટોરેજ ખાલી કરવાનો સમય 30 નવેમ્બરથી ઘટાડીને 31 ઓક્ટોબર કરી દીધો છે. ચોધરીનું જણાવવું છે કે, કોલ્ડ સ્ટોરે જ સંચાલકોએ ખેડૂતોની પાસેથી ભાડું 15 ફેબ્રુઆરીથી લઈને 30 નવેમ્બર સુધી લઈ લીધું છે.  સરકાર માત્ર 1 મહિનામાં ભાડુ ઓછુ કરાવી દે. કોલ્ડ સ્ટોરેજ એક મહિના અગાઉ બંધ કરવાનું હતું તો જુલાઈ મહિનામાં જણાવી દીધું હતું.

ચૌધરીનું જણાવવું છે કે, ખેડૂતો માત્ર 32 રુપિયા કિલોમાં સમગ્ર વર્ષ દરમિયાન કરેલ મહેનત વેચી રહ્યા છે તો દલાલો તેમજ મંડીના વેપારીઓ માત્ર 2 દિવસમાં ભાવ બમણા કરીને લૂંટી રહ્યા છે. સરકારે એમના પર અંકુશ ન લગાવતાં ખેડૂતોને હેરાન કરી રહ્યા છે. સરકાર ચુંટણીનું આટલું મોટું આયોજન કરાવી શકે છે પરંતુ બટાકાનું સસ્તું વેચાણ કરાવી શકશે નહીં. વિદેશોથી આયાત કરવામાં આવેલ બટાકા પણ અંદાજે 30 રુપિયે પ્રતિ કિલોનાં દરે વેચાઈ રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post