લોકડાઉનમાં ધંધો ભાંગી ઉઠતા ચાર મિત્રોએ શરુ કરી માટી વગરની ખેતી, અત્યારે એટલી કમાણી કરી રહ્યા છે કે…

Share post

કોરોના મહામારીને કારણે તમામ વ્યવસાયની કમર ભાંગી પડી છે. જેને કારણે ઘણાં લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે તમામ લોકોના જીવન પર માઠી અસર થઈ છે. બીજી બાજુ તમામ વ્યવસાય બંધ રહેતા તમામ લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. આની સાથે જ કેટલાક વેપારીઓએ પોતાનો વિષય બદલીને નવું સાહસ કરવાનું શરૂ કરી દીધું છે.

કેટલાંક લોકોએ તો ઘરમાં ગાર્ડનિંગ કરવાની શરૂઆત કરી દીધી છે તો કેટલાક યુવાનો ખેતી બાજુ વળ્યા છે. ખેતીક્ષેત્રમાં લોકડાઉનની કોઈ ખાસ અસર થઈ નથી. પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલ ઉદયપુરનાં પ્રવાસન વ્યવસાય સાથે સંબંધિત કુલ 4 મિત્રોને કામ મળવાનું બંધ થઈ જતા ખેતી કરવાનો વિચાર કર્યો હતો. મહેનત તથા મજબૂત મનોબળના સહારે આ ચારેય મિત્રોને હાલમાં એટલી સફળતા મળી ગઈ છે કે, પ્રવાસીઓ પણ એમની મુલાકાત લઈ રહ્યા છે.

કોરોના કાળમાં પ્રવાસ ક્ષેત્ર ઠપ થઈ જતા ઉદયપુરના 4 યુવાન મિત્રોએ દિવ્ય જૈન, ભૂપેન્દ્ર જૈન, રોનક તથા વિક્રમે ખેતી કરવાનો વિચાર કર્યો હતો. આની સાથે જ નવી ટેકનોલોજીને તેઓ ભૂલ્યા નથી પરંતુ નવો કોન્સેપ્ટ હતો માટી વિનાની ખેતીનો. ઉદયપુરથી અંદાજે 12 કિમી દૂર આવેલ કુલ 10,000 વર્ગફૂટ પર ઓટોમેટેડ ફાર્મ બેન્ક તૈયાર કરી છે.

માટી વિનાની આ ખેતીને ‘હાઈડ્રોપોનિક ફાર્મિંગ’ કહેવામાં આવે છે. જેના માધ્યમથી ઓક લેટ્યુસ, બ્રોકલી, ચા અને ચેરી ટોમેટો જેવા પાકની ખેતી કરી રહ્યાં છે. આ તમામ પાકની સૌથી વધુ માગ ફાઈવ સ્ટાર હોટેલ કરે છે. સૌથી મોટો પ્રશ્ન એ હતો કે, માટી વિનાની ખેતી કેવી રીતે કરી શકાય? સૌ પ્રથમ આ ચારેય મિત્રોએ મળીને ખેતીને લગતા બધાં જ મુદ્દાઓ પર ખૂબ સંશોધન કર્યું હતું.

ત્યારપછી ઉદયપુરમાં પોલી હાઉસ તૈયાર કરીને ખેતીની શરૂઆત કરી હતી. જેમાં માટીનો કોઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. તાપમાનને સ્થિર રાખી છોડના મૂળીયા સુધી પાઈપલાઈનથી પાણી પહોંચાડવામાં આવતું હતું. ત્યારપછી એમાં વિવિધ શાકભાજી માટે પ્રયોગ કરવામાં આવ્યા હતાં. હાઈડ્રોપોનિક ખેતીમાં બીજ રોપવાથી લઈને પાક લેવા સુધીની તમામ પ્રક્રિયા જુદી હોય છે. છોડને પ્લાસ્ટિક કપમાં અંગ્રેજી મૂળાક્ષર A ના આકારમાં એક લાઈનમાં રાખવામાં આવે છે. ત્યારપછી છોડના મૂળ સુધી જરૂર પ્રમાણે પાણી આપવામાં આવે છે.

આ પાણીમાં ન્યુટ્રેટ સોલ્યુશનનું મિશ્રણ કરવામાં આવે છે. જેને કારણે છોડને જરૂરી પોષકતત્ત્વો મળી રહે છે. મૂળ સુધી પાણી પહોંચે એની માટે પાણી છાંટવા ખાસ પ્રકારની પાઈપલાઈન તૈયાર કરવામાં આવી છે. જ્યારે પોલી હાઉસમાં કુલ 30 ડિગ્રી સુધીનું તાપમાન જળવાઈ રહે એ રીતે તાપમાન સેટ કરી દેવામાં આવે છે. શરૂઆતથી જ આ પદ્ધતિથી થયેલ ખેતીના પરિણામ ખુબ સારા મળ્યા હતાં. કોબી, કોથમીર, ફ્લાવર, બ્રોકલી, મરચાનો સારો એવો પાક થતા ફાઈવ સ્ટાર હોટેલવાળાની માંગ ખુબ રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post