ઘઉંનો પાક તૈયાર પણ લણણી માટે મજૂરો નથી મળી રહ્યા, ના છૂટકે ખેડૂતોએ કરવું પડ્યું આ કામ

Share post

કોરોના વાઈરસની સીધી અસર હવે ખેતી ઉપર પણ જોવા મળી રહી છે. અમેરિકાના ખેડૂતો હાલમાં ઘણાં મુશ્કેલીમાં છે, કેમ કે ખેતરોમાં ઘઉંનો પાક તૈયાર તો છે, પણ તેની લણણી માટે મજૂરો નથી મળી રહ્યા. દર વર્ષે પ્રવાસીઓ આવતા હતા પણ આ વખતે કોરોનાના કારણે તેઓ પહોંચી નથી શક્યા. એ માટે ખેડૂતોએ હવે સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્કૂલબસના ડ્રાઈવરો તથા ઓઈલ ફિલ્ડમાં કામ કરનારા મજૂરોની મદદ લેવી પડી રહી છે. કેમ, કે મશીનોના માધ્યમથી પાકની લણણી થાય છે અને દરેકને તે ચલાવવાનો અનુભવ પણ હોતો નથી.

ટેક્સાસ અને ઓક્લાહોમામાં પાકની લણણી માટે મજૂરો ઉપલબ્ધ કરાવતી કંપનીનું કહેવું છે, કે આ સૌથી મુશ્કેલ સમય છે, મજૂરો મળી રહ્યા નથી. મોટી ચિંતાનો વિષય તો એ છે, કે પાકની લણણીમાં મોડું થશે તો ઘઉંના ભાવમાં પણ મોટો વધારો થશે, તેના કારણે બ્રેડ અને પાસ્તાના ભાવ અને સપ્લાય પર પ્રભાવિત થશે.ખેડૂતો અને હાર્વેસ્ટિંગ કંપનીઓનું કહેવું છે, કે જો દેશમાંથી જ નવા લોકોને આ કામ માટે બોલાવવામાં આવે તો તેમને વધારે તાલીમ આપવી પડશે, તે ઉપરાંત પૈસા પણ તેઓ વધુ માગશે. ઘણાં ખેડૂતો વિદ્યાર્થીઓ પાસેથી કામ લેતા પણ ડરે છે, કેમ કે સ્કૂલો ખૂલી જશે તો તેમનું કામ અધૂરું રહી જશે.

કેન્સાસના એટવૂડની બેકલે હાર્વેસ્ટિંગ મુજબ તેના 30 % શ્રમિકો પ્રવાસી છે, જે ખેતી વિઝાના માધ્યમથી 1 મહિના માટે જ અમેરિકા આવે છે. પરંતુ આ વર્ષે એક પણ પ્રવાસી શ્રમિક નથી. અમેરિકાના શ્રમિકો પણ કોરોનાને લીધે કામ પર પાછા આવવા માટે તૈયાર નથી. ગત વર્ષમાં અમેરિકી ખેડૂતોએ અપ્રવાસી શ્રમિકો પર વધુ ભરોસો રાખ્યો. ટ્રમ્પ સરકારે પણ ટેક વર્કર, વિદ્યાર્થીઓ અને બીજાં લોકોની તુલનાએ ખેતી વિઝા વધુ આપ્યા છે.

અમેરિકી શ્રમ વિભાગના જણાવ્યા મુજબ ઓક્ટોબર-માર્ચ સુધી કુલ 10,798  H-2એ વિઝા જારી કરાયા, જે ગયાં વર્ષના આ સમયગાળાની તુલનાએ 49 % વધારે છે. ઘઉંની લણણી મે માસમાં શરૂ થાય છે, પરંતુ લૉકડાઉનને કારણે શ્રમિકો આવી નથી શક્યા. અત્યાર સુધીમાં લણણીનું કુલ 41 % જ કામ પૂરું થઇ શક્યું છે, જે ગત વર્ષની સરખામણી એ ઓછું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…