ગુજરાતમાં આવનારા સમયમાં કેવો થશે વરસાદ? હવામાન વિભાગે આ જીલ્લાઓ માટે કરી મોટી આગાહી

Share post

હવામાન ખાતાએ કરેલ આગાહી મુજબ, આગામી 4 દિવસ દરમિયાન રાજ્યના એકપણ વિસ્તારમાં ધોધમાર વરસાદની શક્યતાઓ જણાઈ આવી નથી. 4 દિવસ પછી 26મી જુલાઈના રોજ ફક્ત વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ગીર સોમનાથ સહિતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓને વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 25 જુલાઈનાં રોજ અમરેલી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડી શકે છે. વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી  છે.

ત્યાં જ હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રીય થતા જ વરસાદનું પ્રમાણ ઘટયું છે. હવામાન વિભાગની આગાહીને પગલે આજ સવારથી જ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પ્રસરી ગયેલું જોવા મળ્યું છે. જો, કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઇ શકી નથી જેને લીધે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ઓછો છે, પરંતુ આગામી સમયગાળામાં ચોમાસું 100 % રહેવાની શક્યતા છે.

રાજ્યભરમાં જુલાઈ મહિનાના પહેલા સપ્તાહમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં તો પૂરની પણ સ્થિતિ સર્જાઈ ગઈ હતી. પરંતુ છેલ્લા થોડાં દિવસથી તો રાજ્યમાંથી ધોધમાર વરસાદે જાણે વિદાય જ લઈ લીધી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 1 અઠવાડિયાથી મોડી સાંજે વાદળછાયું વાતાવરણ થાય છે, પણ વરસાદ સતત હાથતાળી જ આપી રહ્યો છે.

જો, કે હજુ આગામી 5 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વરસાદ પડે એવી કોઈ શક્યતાઓ જણાતી ન હોવાની હવામાન ખાતાએ જાહેરાત કરી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ, હાલમાં જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, ખેડા, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, રાજકોટ, દીવ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ સહિતમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

અગત્યની વાત તો એ છે કે, આગામી 5 દિવસ સુધી અમદાવાદ શહેરમાં હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ભારે કે હળવો વરસાદ પડવાના કોઈપણ એંધાણ જણાતા નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 300.78 મી.મી. એટલે કે કુલ 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો એવરેજ વરસાદ કુલ 831 મી.મી. એટલે કે કુલ 33.24 ઈંચ જેટલો વરસાદ પડે છે. જેની સરખામણીએ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 36.20 % જ વરસાદ વરસ્યો છે.

કચ્છમાં આવેલ નખત્રાણા તાલુકાના ઘણાં ગામોમાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. તાલુકાના કોટડામાં 2 ઇંચ વરસાદ પડયો હતો. આની ઉપરાંત રવાપર, નિરોણા, નેત્રા, સહિતનાં ઘણાં ગામોમાં પણ અડધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ભુજમાં સોમવારે દિવસભર અસહ્ય ઉકળાટ રહ્યા પછી રાત્રિના વાતાવરણમાં બદલાવ થયો હતો, ઝાપટાં પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભીરંડિયારા પંથકમાં પણ કુલ અડધાથી પોણા ઇંચ જેટલો વરસાદ પડયો હતો. અંજાર અને માંડવી તાલુકાના ગઢશીશા પંથકમાં પણ હળવો વરસાદ જોવા મળ્યો હતો.

સુરત શહેરમાં મંગળવારે આખા દિવસમાં કુલ પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં વહેલી સવારે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘણાં વિસ્તારમાં વરસાદ પડયો હતો. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી ફક્ત છૂટાછવાયા વરસાદી ઝાપટાં જ નોંધાઇ રહ્યા છે. જે મંગળવારે પણ યથાવત જ રહ્યા હતા. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ સવારના સમયે વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post