fbpx
Sat. Jul 20th, 2019

ATM મા પૈસા અટવાય જાય તો શું કરવું, આ રહી રીત

એટીએમમાંથી પૈસા ઉપાડવા દરમિયાન ઘણીવાર એવું બને છે .ખાતામાંથી રકમ કપાઇ જાય છે, પરંતુ તે તેમને મળતા નથી .ત્યારે ગ્રાહક મુશ્કેલીમાં આવી જાય છે .એક તરફ તેને જરૂરીયાત સમયે પૈસા નથી મળતા અને બીજી તરફ એમને પૈસા મેળવવા માટે બેન્કના ધક્કા ખાવા પડે છે.

બેન્કિંગ નિષ્ણાંતોનું કહેવું છે કે એટીએમમાંથી નાણાં ઉપાડી લેતી વખતે સૌથી પહેલા સ્લીપ લેવાની જરૂર છે .આમાં એટીએમના પૈસા નીકળવા સરળતાથી પુરાવા સાથે રજુ કરી શકાય છે.મૌખિક ફરિયાદોનો ભરોસો ન લેવો જોઈએ .આરબીઆઈ નિયમોનુસાર તમામ બેંકો એટીએમ કેમ્પસ નામે સંપર્ક અધિકારીઓ ના ફોન નંબર અને બેંકના ટોલ ફી નંબર ની જાણકારી લેવી અનિવાર્ય છે. બેંક પોતે પૈસા પરત આપે છે.

સામાન્ય રીતે એટીએમમાંથી રોકડ ઉપાડા વીના થોડા જ કલાકોમાં પૈસા બેંક ખાતામાં આવે છે .પરંતુ ક્યારેય એવું થતું નથી આ રીતે આપણે મૌખિક ફરિયાદો પર આધાર રાખવો જોઈએ નહી.ગ્રાહકો એટીએમ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થયા પછી ૩૦ દિવસની અંદર એક ફરિયાદ ફાઇલ કરવી જોઈએ અને સાત દિવસમાં પૈસા પરત કરવા જરૂરી છે .જો બેન્ક સમયસર નાણા પરત ન કરે તો વ્યક્તિને તે રકમ પર વ્યાજનો પણ હક્ક મળે છે.

જો તમને સમયસર સ્લીપ ન મળે તો બેન્ક સ્ટેટમેન્ટ ની ફોટોકોપી લગાવી જોઈએ .તમારે તે બેંકનો સંપર્ક કરવો પડશે .જ્યાં તમારું ખાતું છે . સીલ્પ સંભાળીને રાખો .જો તમારી પાસે એટીએમ થી પૈસા નથી નીકળતા તો સ્લીપ સંભાળીને રાખો .સ્લીપમાં એટીએમનો આઈડી કલેક્શન ,લોકેશન, પૈસા ઉપાડવાનો સમય અને અન્ય મહત્વપૂર્ણ માહિતીઓ હોય છે .તમે સીધા જ બેંક શાખા પર જઈ શકો છો. અને ફરિયાદ ફાઇલ કરી શકો છો.

ફરિયાદ દાખલ કરો

ફરિયાદ ફાઇલ કર્યા પછી તમે બેંકની કોલ કરી શકો છો. સામાન્ય રીતે પૈસા ફરિયાદના સાત દિવસમાં આવે છે .જો પૈસા ન આવે તો તમારે બેંક મેનેજરનો સંપર્ક કરવો જોઈએ અને જો સમસ્યા ઉકેલાય નહિ તો પછી બેન્કિંગ લોકપાલ સાથે સંપર્ક કરો.

આરબીઆઈ માં ફરિયાદ કરી શકો છો

આરબીઆઈ માં ફરિયાદ કરવી એક વિકલ્પ હોઈ શકે છે. જ્યારે અન્ય તમામ પ્રયત્નો નિષ્ફળ જાય છે .ત્યારે, ગ્રાહકોને ફોરમમાં ફરિયાદ કરી શકાય છે જ્યાં તમે વિલંબ માટે વળતર મેળવી શકો છો.