પશુપાલન પુરસ્કાર યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ શું કરવું જોઈએ? -જાણો અહીં…

Share post

હાલમાં મોટાભાગના લોકો પશુપાલન તરફ વળી રહ્યા છે. ઉત્તર ગુજરાત તેમજ મધ્યગુજરાતમાં લોકો પશુપાલન ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યું છે. હજુ પણ ઘણાં વિસ્તારમાં લોકો પશુપાલનને પરંપરાગત રીતે કરવામાં આવી રહ્યું છે. પરંતુ પશુપાલન તરફ લોકો વળી રહ્યા છે ત્યારે સતત નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પણ જરૃરી છે. રાજ્યમાં પશુપાલનને સતત વેગ મળે તેમજ નાના ખેડૂતો પણ પદ્ધતિસર પશુપાલન અપનાવે તે માટે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા નવી નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. પશુપાલકો નવી ટેકનિક સાથે આગળ વધે તો તેમને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. રાજ્યમાં શ્રેષ્ઠ પશુપાલકોને ઈનામ દ્વારા નવાજવામાં પણ આવે છે.

રોજબરોજ ગુજરાત રાજ્યમાં ખેડૂતોની જેમ પશુપાલકો પણ સતત આ કાર્યમાં સફળ થઈ રહ્યા છે. હાલમાં હવે લોકો નવી-નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો એકબીજાના હરિફ બની રહ્યા છે. આ ઉપરાંત, ક્વોલિટીયુક્ત અને વધુ પ્રમાણમાં દૂધ ઉત્પાદન થકી કમાણી કરવા લાગ્યા છે. રાજ્યના પ્રગતિશીલ શ્રેષ્ઠ પશુપાલકોને પશુપાલન ખાતા દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહન આપવાની પણ યોજના અમલમાં છે. ત્યારે રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક માટે તાલુકા કક્ષાએ. જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ જુદા જુદા ઈનામો આપવામાં આવે છે. વિવિધ સ્તરે ઈનામોની સંખ્યા અને ઈનામની રકમ જુદી જુદી છે.

હાલના સમયમાં પશુપાલકો પશુઓને ઉત્તમ પ્રકારનો ચારો, ખાણદાણ અને સમયસરની માવજત આપીને દૂધ ઉત્પાદનમાં સતત વધારો કરી રહ્યા છે. ગાય, ભેંસને કૃત્રિમ બીજદાન થકી ફેળવવામાં પણ આવે છે. સમય એવો થઈ ગયો છે કે પશુપાલનને હળવાશથી લેવાને બદલે તેને વ્યવસાયિક ધોરણે અપનાવી તાલુકાથી રાજ્ય કક્ષા સુધી પશુપાલકો હરિફાઈ કરતાં થયા છે. જેમાં તાલુકા કક્ષાએ પ્રગતિશીલ પશુપાલકોમાંથી ૨ લાભાર્થીની પસંદગી કરવામાં આવે છે. તાલુકા કક્ષાના પુરસ્કારમાં કુલ ૨૪૮ તાલુકા દીઠ ૨ ઈનામ મુજબ. કુલ ઈનામોની સંખ્યા ૪૯૬ થાય છે. તાલુકા કક્ષાએ પ્રથમ આવનાર પશુપાલકને રૃપિયા ૧૦,૦૦૦ ઈનામ આપવામાં આવે છે. તો દ્વિતીય આવનારને રૃપિયા ૫,૦૦૦નું ઈનામ આપવામાં આવે છે.

અત્રે ઉલેખનીય છે કે, તાલુકા કક્ષાએ પ્રથમ આવનાર પશુલાકની જેમ જિલ્લા કક્ષાએ પણ પ્રથમ અને દ્વિતીય આવનાર પશુપાલકને ઈનામી રકમ સાથે સન્માનિત કરવામાં આવે છે. રાજ્યના ૩૩ જિલ્લા દીઠ બે ઈનામ મુજબ કુલ ૬૬ પશુપાલકોને ઈનામી રાશિથી સન્માનિત કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર પશુપાલકને રૃપિયા ૧૫,૦૦૦નું ઈનામ આપવામાં આવે છે. તો દ્વિતીય આવનાર પશુપાલકને રૃપિયા ૧૦,૦૦૦નું ઈનામ આપવામાં આવે છે. જિલ્લા કક્ષાથી આગળ રાજ્ય કક્ષા લેવલે પણ પશુપાલકની સિદ્ધિને સન્માનિત કરવામાં આવે છે. રાજ્યકક્ષાએ ત્રણ ઈનામી રાશિ નક્કી કરવામાં આવી છે. રાજ્ય કક્ષાએ પ્રથમ આવનાર પશુપાલકને રૃપિયા ૫૦,૦૦૦ની સન્માનિત રાશિ આપવામાં આવે છે. રાજ્ય કક્ષાએ દ્વિતીય આવનાર પશુપાલકને રૃપિયા ૩૦,૦૦૦નું ઈનામ આપવામાં આવે છે. આ સિવાય રાજ્યકક્ષાએ તૃતિય નંબરે આવનાર પશુપાલકને રૃપિયા 20000 રૂપિયા આપીને સન્માનિત કરાય છે.

ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનાં આયોજન માટેની યોજના હેઠળ તાલુકા કક્ષાએ ૪૯૬ ઈનામ અપાય છે. તો જિલ્લા કક્ષાના કુલ ૬૬ પશુપાલકોને સન્માનિત કરાય છે. અને રાજ્ય કક્ષાએ ૩ ઈનામો મળીને વર્ષાંતે કુલ ૫૬૫ ખેડૂતોને સન્માનિત કરવામાં આવે છે. રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ યોજના હેઠળ તાલુકા કક્ષાના, પુરસ્કાર જિલ્લા પશુપાલન શિબિરમાં એનાયત કરવામાં આવશે. રાજ્ય કક્ષાના પુરસ્કાર અને જિલ્લા કક્ષાના પુરસ્કાર અમદાવાદ, વડોદરા, રાજકોટ પૈકી કોઈ પણ એક વિભાગીય કક્ષાએ કાર્યક્રમ રાખી એનાયત કરવામાં આવશે. શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજનાનો લાભ લેવા ઈચ્છતા પશુપાલકે આઈખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. તથા અરજીની પ્રિન્ટઆઉટ લઈ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કચેરીએ રજૂ કરવાની રહેશે. વિજેતા પશુપાલક વિજેતા થયાના ત્રણ વર્ષ સુધી શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર માટે પુનઃ લાભ લઈ શકશે નહીં. શ્રેષ્ઠ પશુપાલક તરીકેનો પુરસ્કાર મેળવવા માટે લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ પર તા. ૩૦-૬-૨૦૧૯ સુધી અરજી કરવાની રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post