જાણો રથયાત્રામાં ‘મગ’ અને ‘જાંબુ’નો પ્રસાદ કેમ આપવામાં આવે છે ? આ કારણ જાણી…

Share post

અષાઢી બીજ નિમત્તે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે અને અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં રથયાત્રા નીકળી છે. આ રથયાત્રામાં જોડાયેલા ભક્તોને સમગ્ર માર્ગ દરમિયાન વિશેષ પ્રસાદ પીરસવામાં આવતો હોય છે અને આ પ્રસાદ લેવા માટે લોકો પડાપડી કરતા હોય છે.

રથયાત્રામાં સામેલ વિવિધ શણગારેલા ટ્રકમાંથી યાત્રામાં જોડાયેલા ભક્તોને વિશેષ ‘મગ’ અને ‘જાંબુ’નો વિશેષ પ્રસાદ આપવામાં આવે છે. મગનો પ્રસાદ આપવા માટે કેટલાય મણ મગ મંદિરમાં પલાળવામાં આવે છે. આ ઉપરાંત, માર્ગમાં પણ અનેક પોળોમાં પ્રસાદના સ્ટોલ ઊભા કરવામાં આવેલા હોય છે. ‘મગ’ અને ‘જાંબુ’નો વિશેષ પ્રસાદ આપવા પાછળ એક મોટું કારણ જોડાયેલું છે.

આપણે ત્યાં એક પ્રાચીન કહેવત છે કે ‘મગ દોડાવે પગ’. ‘મગ’માં એક વિશેષ પ્રકારની શક્તી રહેલી છે. અષાઢી બીજની સાથે જ ખેડૂતો વાવણીની શરૂઆત કરતા હોય છે. ખેતરમાં ખેતીનું કામ શરૂં થતું હોય છે, જેમાં ખેડૂતને ખાસી મહેનત કરવાની હોય છે. આથી, ‘મગ’ એ બાબતનો સંકેત છે કે, હવે મહેનત કરવાનો સમય પાકી ગયો છે. સાથે જ રથયાત્રામાં ભગવાન કૃષ્ણની સાથે રહેલા તેમના ભાઈ બલરામના હાથમાં પણ ‘હળ’ હોય છે. આ હળ પણ એ વાતનો સંકેત છે કે, હવે ખેતી કરવાનો સમય પાકી ગયો છે.

‘જાંબુ’ ચોમાસાની ઋતુમાં આવતું ફળ છે. જાંબુ પ્રોટીનથી ભરપૂર હોય છે. એટલે કે, જાંબુ શરીરમાં એક વિશેષ પ્રકારની ઊર્જાનો સંચાર કરે છે. આ રીતે ‘મગ’ અને ‘જાંબુ’નો પ્રસાદ ભગવાનના ભક્તોના શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…