ગાલ અથવા જીભ નીચે બનતી ગાંઠ જીવલેણ બની શકે છે- જાણો લક્ષણો, કારણ અને સારવાર

Share post

હાલમાં તો ચાલી રહેલ સમય પ્રમાણે તો કોરોના એ સૌથી મોટી બીમારી છે. આની સિવાય પણ દુનિયામાં ઘણા પ્રકારની ગંભીર બીમારીઓ રહેલી છે. જેનાં રીતે ખૂબ જ ઓછા લોકો માહિતગાર હશે. આવા જ પ્રકારની એક બીમારી છે અડેનાઇડ સિસ્ટિક કાર્સિનોમા. હકીકતમાં તો આ એક એવા પ્રકારનું દુર્લભ કેન્સર છે, જેની શરૂઆત તો માત્ર સામાન્ય રીતે બનતી ગ્રંથિમાંથી જ થાય છે.

એક જાણકારી પ્રમાણે દર વર્ષે કેન્સરના કુલ 5 લાખ કેસમાંથી લગભગ 200 જેટલા કેસ અડેનાઇડ સિસ્ટિક કાર્સિનોમાનાં જ હોય છે. આ એક એવી ગંભીર બીમારી છે, જે મહિલાઓને વધારે જોવાં મળે છે. આ બીમારીની થવાની કોઇ ખાસ ઉંમર મર્યાદિત નથી પણ આ કિશોરાવસ્થા કે લઇને આગળ કોઇ પણ ઉંમર સુધીમાં થઈ શકે છે.

જાણો આ બીમારીના લક્ષણો :
સામાન્ય રીતે તો આ બીમારી ધીરે-ધીરે વધે છે એવામાં ઘણા લોકો આ વિશે સમય પર મેળવી શકતાં નથી. ત્યાં સુધી લોકો અને ડિસટીક કાર્સિનોમાનાં લક્ષણો અને નોટિસ કરે ત્યાં સુધી તો આ બિમારી શરીરના ઘણા ભાગોમાં ફેલાઈ પણ ચુકેલી હોય છે. આ બીમારી ફેફસા તેમજ હાડકાંમાં પણ ફેલાઇ શકે છે. આ બીમારીથી પીડિત વ્યક્તિનાં જીભ નીચે તેમજ ગાલની અંદર ગાંઠ બની જતી હોય છે.

સામાન્ય રીતે તો આ ગાંઠ ધીરે ધીરે વધતી જાય છે તથા તેમાં દુખાવો પણ થતો નથી પણ પીડિત વ્યક્તિને કોઈપણ વસ્તુ ખાવામાં સમસ્યા ચોક્કસપણે થાય છે. આની સાથે જ આ બીમારીથી પીડાતા વ્યક્તિના અવાજમાં પણ ઘણો બદલાવ થઈ જાય છે. આવા પ્રકારનું કેન્સર નસોમાં પણ ફેલાઇ શકે છે.

એવા સમયમાં પીડિત વ્યક્તિને ચહેરા પર દુખાવાનો અનુભવ થઈ શકે છે તેમજ ચહેરો સુનો પણ પડી શકે છે. આ બીમારીનું કારણ સામાન્ય રીતે તો આ બીમારીનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. એવું જણાવ્યું છે, કે આ ઘણા કેન્સર વાળા તત્વો જેવા કે પ્રદૂષણથી પણ થાય છે.

બીમારીની સારવાર :
આવા પ્રકારની બીમારીમાં ડોક્ટર સર્જરી કર્યા પછી રેડિયેશન ટ્રીટમેન્ટ કરે છે. આ દરમિયાન તેઓ ગાંઠને સારી કરે છે. આની સાથે જ તેઓ આજુબાજુના ઘણા સ્વસ્થ અસરગ્રસ્ત પેશીઓને પણ હટાવી દેતાં હોય છે. આ બીમારી નસો દ્વારા પણ ફેલાઇ શકે છે, એટલા માટે જ નહી પણ તપાસ કરતા રહે છે.

ત્યારપછી તેઓ કેન્સરગ્રસ્ત ભાગને કાઢી લેતા હોય છે. ઘણીવાર તો પ્રકારનું કેન્સર સમગ્રપણે ઠીક કરવા માટે કોશિકાના અસરગ્રસ્ત ભાગને જ બહાર કાઢવું પડતું હોય છે. આવાં પ્રકારની બીમારીની સારવાર કર્યા પછી પણ દર્દીને નિયમિત તપાસ કરવામાં આવે છે. કારણ કે ઘણા કેસમાં કેન્સરની ગાંઠ ફરી થવાનું જોખમ પણ રહેતું હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post