કારમાં પત્ની બોસ સાથે કરી રહી હતી રંગરેલિયા અને અચાનક આવી ગયો પતિ પછી જે થયું એ જોઈ આંખો પહોળી થઈ જશે

Share post

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણીવાર પતિની કાળી કરતૂતોની પણ ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. જયારે લગ્ન થાય છે તો પતિ-પત્ની એક બીજાની સાથે સાત જન્મો સુધી સાથ નિભાવવાની કસમો ખાય છે. તેઓ આશા રાખતાં હોય છે કે, આવનાર સમયમાં બંને વચ્ચેનાં સંબંધ મજબૂત રહેશે. ક્યારેય બંનેમાંથી કોઈપણ વ્યક્તિ જીવનસાથીને દગો આપશે નહી.

હંમેશા સંબંધમાં ઈમાનદારી તથા વફાદારી રાખશે. એવા સમયે વિચારો કે, જો પતિ એક દિવસ અચાનક પોતાની પત્નીને પરપુરુષની સાથે રોમાંસ કરતા જોઈ લે તો શું થાય? સ્વાભાવિક છે કે, આવો નજારો જોઈને પતિ ખુબ દુઃખી થશે તેમજ એને ઘણો ગુસ્સો પણ આવશે. આવી જ એક ઘટના દિલ્લીમાં આવેલ શાહદરાના વિવેક વિહારમાં એક યુવકની સાથે બની હતી. એણે પોતાની પત્નીને એના બોસની સાથે રોમાંસ કરતા રંગે હાથ પકડી પાડી હતી.

ત્યારપછી જે થયું એ પતિ માટે સારું ન હતું. આવો આ સમગ્ર ઘટનાને વિસ્તારથી જાણીએ.હકીકતમાં તો પીડિત વ્યક્તિ ગાઝિયાબાદમાં આવેલ પટેલ નગરમાં રહેતો હતો. એની ઉંમર માત્ર 40 વર્ષની છે તેમજ તે એક ઓઇલ ટ્રેડિંગ કંપનીમાં કામ કરે છે. એની પત્ની ચાંદની ચોકમાં આવેલ એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરે છે. 24 જુલાઈનાં રોજ સાંજનાં સમયે પતિ કામ માટે કશ્મીરી ગેટ નજીક આવેલ માર્કેટમાં ગયો હતો.

એવામાં તેણે વિચાર કર્યો કે, રસ્તામાંથી પોતાની પત્નીને પણ સાથે લઇ જાવ. તે સ્કૂટી પર ચાંદની ચોક જઈ રહ્યો હતો કે, માર્ગમાં એને પોતાની પત્ની એની કંપનીના મેનેજરની સાથે રિક્ષામાં જતી દેખાઈ. તે બંને દંગલ પાર્કિંગ જઈ રહ્યા હતા. ત્યાં બંને પાર્કિંગમાં એક કારની અંદર બેઠા તેમજ ત્યાંથી નીકળી ગયા. પત્ની તથા એના મેનેજર બોસને કારમાં જતા જોઈને પતિએ સ્કૂટી પર એમનો પીછો કર્યો.

કાર સીલમપુર થઈને શાહદરાથી વિવેક વિહાર પોલીસ સ્ટેશનની પાસે બનેલા યુટર્ન પર પહોંચી. અહીં કાર રોડની બાજુમાં થોડી વાર ઉભી રહી. આ જોઈને પતિએ પણ પોતાની સ્કૂટી ઉભી રાખી તેમજ કાચમાંથી અંદર જોવા લાગ્યો. ત્યારપછી અંદર જે જોયુ એને જોઈ પતિના હોશ ઉડી ગયા. એની પત્ની પોતાના બોસ સાથે રોમાંસ કરી રહી હતી.

પતિએ કારનો કાચ ખખડાવ્યો. જયારે કાચ નીચે થયો તો એણે પૂછ્યું કે આ બધું શું થઈ રહ્યું છે? તેના પર મેનેજર બોલ્યો કે, ‘તું કોણ છે?’ ત્યારે પત્ની બોલી કે ‘આ મારો પતિ છે.’ આ સાંભળીને મેનેજરે પતિને ધક્કો માર્યો તેમજ કાર રિવર્સ કરવા લાગ્યો. આ દરમિયાન પતિ એને રોકવા માટે કારના દરવાજા પર જ લટકી રહ્યો તેમજ એનો એક પગ કારની નીચે આવી ગયો તથા એ નીચે પડીને ગંભીર રીતે ઘાયલ થયો હતો.

મેનેજર પીડિત યુવકની પત્નીને લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જયારે ઘાયલ પતિને હેડગવાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.ત્યારપછી પીડિત પતિએ પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. હાલમાં પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post