ગંગામાં અસ્થિ વિસર્જન કર્યા બાદ વિસર્જિત થયેલ અસ્થિઓ ક્યાં જાય છે? -આ રહસ્ય જાણી ચોંકી ઉઠશો

Share post

જયારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એન્નો અગ્નિ સંસ્કાર કર્યાં બાદ અસ્થિને કોઈ પવિત્ર નદીમાં પધરાવવામાં આવે છે. ઘણાં લોકો તો ગંગા નદીમાં અસ્થિને પધરાવવા માટે જતાં હોય છે પરંતુ તમને ખબર છે કે, તમે નદીમાં પધરાવેલ અસ્થિ ક્યાં જઈ રહ્યાં છે? આજે અમે આવી જ એક જાણકારી લઈને આવ્યા છીએ. આ પૃથ્વી પર સનાતન સત્ય છે મૃત્યુ.

જેને પણ આ ધરતી પર જન્મ ધારણ કર્યો છે એને આ સંસાર છોડીને જવું જ પડે છે. જો ગરુડ પુરાણ પ્રમાણે વિચારવામાં આવે તો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મૃત્યુ તથા પહેલાં યમરાજ એ વ્યક્તિને કેટલાંક સંકેત આપે છે. યમદેવના બે દૂતો આ મનુષ્યની આત્માને લેવા માટે આવે છે તેમજ પાપી માનવીને આ દૂતોથી ડર લાગે છે. જયારે સારા કર્મો કરેલ વ્યક્તિને ફક્ત એક દિવ્ય પ્રકાશ જ દેખાય છે.

મૃત્યુ ના લક્ષણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જયારે માનવીનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે એનાથી કઈ બોલી શકાતું નથી. અંત સમયમાં વ્યક્તિનો અવાજ નાશ પામી જાય છે. આની સાથે જ અન્ય ઇન્દ્રીઓ પણ કાર્યરત રહેતી નથી તેમજ શરીર જડમાં પરિવર્તિત થવાં લાગે છે. ત્યારપછી શ્વસનતંત્ર કામ કરતું બંધ થઈ જતા માનવીનું મૃત્યુ થઈ જાય છે.

ત્યારપછી વિવીધ રીત રીવાજો પ્રમાણે આ દેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. શરીરનો સંપૂર્ણ ભાગ બળીને રાખ થઈને માટીમાં ભળી જાય છે. જયારે અસ્થિ આમાંથી તારવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ અસ્થીને ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવે છે. આજે વાત કરવી છે કે, આ અસ્થિઓ છેવટે જાય છે ક્યાં? તો ચાલો જાણીએ એની વિશે.

આ જગ્યાએ પહોંચે છે અસ્થિ :
મોટેભાગે આ સવાલનો જવાબ કોઈની પાસે હોતો નથી. આ પ્રશ્નનાં ઉત્તરમાં તો વિજ્ઞાન પણ ટુકું પડ્યું છે. જો હાલના સમયની વાત કરવામાં આવે તો આજે ગંગા નદીમાં દરરોજની હજારો અસ્થિઓનુ વિસર્જન કરવામાં આવતું હશે. આની સાથે જ એને ધાર્મિક માન્યતા પ્રમાણે એવું માનવામાં આવે છે કે, એનાથી વ્યક્તિ ની આત્માને શાંતિ મળે છે.

તો હવે આપણા પ્રશ્નનો ઉત્તર છે કે, આધ્યાત્મિક માન્યતા પ્રમાણે જયારે આ અસ્થિનુ વિસર્જન કરવામાં આવે તો અસ્થિઓ સીધી જ પ્રભુ શ્રીહરી વિષ્ણુના ચરણોમાં એટલે કે એટલે વૈકુંઠધામમાં જાય છે તથા વિજ્ઞાન પ્રમાણે જો વિચારવામાં આવે તો પાણીમાં પારો હોય છે કે, જેને ‘મરક્યુરી’ પણ કહેવામાં આવે છે. એ શરીરમાં રહેલ કેલ્શિયમ તેમજ ફોસ્ફરસને પાણીમાં ઓગાળી દે છે. આને લીધે આ પાણી જીવ જંતુઓની માટે વધારે પૌષ્ટિક બની જતું હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post