સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે પશુપાલકોએ દોહન કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ – જાણો સંપૂર્ણ માહિતી

Share post

દૂધાળ પશુને જે પ્રકારની ટેવ પાડવામાં આવે તે પ્રકારની ટેવ ટેવાયેલાં હોય છે. માટે દૈનિક દૂધ ઉત્પાદનમાં અવળી અસર ન થાય તે પ્રકારની ટેવો પાડવી અત્યંત જરૂરી છે. પશુની દેખરેખમાં વિવિધ કાર્યો પ્રત્યે પશુપાલકે ધ્યાન રાખવાનું હોય છે જેવા કે પશુને દાણ મૂકવું, ઘાસચારો નીરવો, ચરવા કે ફરવા લઈ જવાં, હાથીયો કરવો, બે વાર દોહન કરવું, કસરત, દિવસમાં ત્રણ કે ચાર વખત પાણી પાવું વગેરે. આ બધાં કાર્યો માટે ચોક્કસ સમય ફાળવવો અને આપણી અનુકૂળતા પ્રમાણે રોજ જે તે સમયે અવશ્ય નિયમિતપણે કાર્યો કરવાં જોઈએ. કોઈ કારણસર પશુપાલકને બહારગામ જવાનું થાય ત્યારે આ કાર્યો નિયત સમયે થાય તે માટેની સઘળી વ્યવસ્થા અગાઉથી ગોઠવીને જવું જોઈએ. નિયમિત રીતે આ કાર્યો કરવામાં આવે તો દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે. પણ આ નિયત કાર્યક્રમાં અનિયમિતતાની માઠી અસર તરત જ દુધાળ પશુના દૂધ ઉત્પાદન ઉપર પડે છે. આથી ચુસ્તપણે નિયત કાર્યક્રમને વળગી રહીને તેનું સમયસર પાલન કરવું જોઈએ જે પશુપાલકની મૂળભૂત ફરજ છે.

સ્વચ્છ દૂધ ઉત્પાદન:
જે દૂધ તંદુરસ્ત પશુના આઉમાંથી દોહવામાં આવ્યું હોય અને જેમાં દેખીતો ક્યો, વાળ, છારા કે રજ ન હોય, તેમાંથી ખાટી કે ખરી વાસ આવતી ન હોય એવા જેમાં રોગજન્ય જીવાણું ફુગ કે વાયરસ ન હોય તેવા દૂધને સ્વછ દૂધ કહેવાય.

સ્વચ્છ દૂધના ફાયદાઓ:
સ્વચ્છ દૂધના ઉત્પાદનથી દૂધ ઉત્પન્ન કરનાર, તેનો ધંધો કે વિતરણ કરનાર અને તેને વાપરનાર ત્રણેયને ફાયદો થાય છે. સ્વચ્છ દૂધમાં રોગજન્યજીવાણુંઓ હોતા નથી અથવા ઓછાં હોય છે એટલે તેને વાપરવાથી તંદુરસ્તીને હાનિ પહોંચતી નથી અને દૂધના આહાર તરીકેના બધા ફાયદા ઉઠાવી શકાય છે. સ્વચ્છ દૂધ ઉત્પન્ન કરવાથી ઉત્પાદકની આબરૂ વધે છે. તેના દૂધની માંગ વધે છે એટલે મારે વધારો મેળવી શકે છે.

સ્વરછ દૂધ ઉત્પાદન કરવાના અગત્યના મુદ્દાઓ:
દૂધાળ પશુઓ તદ્ર નિરોગી હોવા જોઈએ કારણ કે પશુઓના કેટલાક રોગના જીવાણુંઓ દૂધમાં આવે છે અને તે દ્વારા રોગનો ફેલાવો થતો હોય છે. દા.ત. આ3ના ટી.બી.ના જીવાણુંઓ. દોહન માટેની કોઢ સ્વચ્છ રાખવી જોઈએ.

દૂધના દોહન અને સંગ્રહ માટેના વાસણો જેવા કે, ડોલ, પવાલી, કેન, ગરણી વગેરે સ્વચ્છ રાખવા જોઈએ. દૂધ દોહન કરનાર સ્ત્રી યા પુરુષ પશુપાલકે સ્વચ્છ કપડાં પહેરવાં જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ. તેમના હાથના નખ કાપેલા હોવા જોઈએ અને દોહન કાર્ય વખતે માથું ઢાકેલું રાખવું જોઈએ. દોહવાનો એક કલાક રહે ત્યાર પછી પશુને હાથીયો કરવો નહીં.

દૂધ દોહતા પહેલા પશુના આઉં અને આંચળ હૂંફાળા કલોરિનના અથવા હૂંફાળા પોટેશ્યમ પરમેંગેનેટના દ્રાવણથી ધોવા જોઈએ. ત્યારબાદ ચોખ્ખા કપડાના ટુકડા કે નેપકીન વડે આઉ અને આંચળને લૂછીને કોરા કરી નાખવા જોઈએ. પાને મૂક્યા પછી શરૂઆતના દોહનની ત્રણ ચાર શેડ અલગ વાસણમાં લઈ નિકાલ કરવો કારણ કે શરૂઆતના દૂધની શેડમાં નુકસાનકારક સૂક્ષ્મ જીવાણુંઓની સંખ્યા વિશેષ હોય છે. જેથી દૂધ બગડી જવાનો સંભવ રહે છે માટે જ ત્યાર પછીના શેડોનું દૂધ વાસણામાં ભેગું કરવું.

દોહન સ્થાનની આજુબાજુનો વિસ્તાર શાંત અને  ઘોંઘાટ રહિત હોવો જોઈએ તથા અજાણી વ્યક્તિને દોહનક્રિયા વખતે કોઢ પાસે બોલાવવી જોઈએ નહી. આ ઉપરાંત કૂતરાનું ભસવું વગેરે બાબતોથી દૂધના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. દૂધને સ્વરછ વાસણમાં દોહી લીધા પછી તરત જ તેને દૂધઘરમાં પહોંચાડવું જોઈએ યા દૂધ મંડળીએ દૂધ ભરવા જવું જોઈએ. દોહન કાર્ય પૂરું થયા પછી વાસણોને ગરમ પાણી અને સોડાથી સાફ કરી નાંખીને નિતરવા માટે મૂકવા જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post