એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે! – આ યુવતીની કહાની વાંચીને તમને પણ ગર્વ થશે

આજે આપણે એક એવી યુવતીની જિંદગીની સફર વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ છે કે, જે હાલમાં કુલ 1 કરોડથી પણ વધારેનું ટર્ન ઓવર કરે છે. ચાલો જાણીએ તેના સફળતાની કહાની વિશે.વર્ષ 2012માં ઝારખંડમાં રહેતી શિલ્પી સિન્હા બેંગ્લુરુ ભણવા માટે આવી હતી. બાળપણથી ગાયનું શુદ્ધ દૂધ પીવાની આદત હતી પરંતુ અહીં તેને દૂધ ખરીદવામાં કેટલીક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
બસ ત્યારથી એણે દૂધના બિઝનેસમાં ઝંપલાવવાનું વિચાર કર્યો હતો. એકલી મહિલા ફાઉન્ડર તરીકે ડેરી ક્ષેત્રમાં કામ કરવું સરળ ન જ હોય પરંતુ તેના એક સાહસને કારણે હાલમાં તેની મહેનત રંગ લાવી છે.‘ધ મિલ્ક ઈન્ડિયા’ કંપની માત્ર 2 વર્ષમાં ટર્નઓવર કુલ 1 કરોડ રૂપિયાનો આંકડો વટાવી ચૂક્યૂ છે.
આવી રીતે કરી શરૂઆત:
તમિલ અથવા તો કન્નડ કોઈપણ ભાષા આવડતી ન હોવા છતાં પણ ખેડૂતોની પાસે જઈને ગાયની સંભાળ રાખવા અંગે સમજાવતી હતી. તેણે ક્રાઉડ ફંડિગથી આ બિઝનેસ માત્ર 11,000 રૂપિયામાં શરુઆત કરી હતી. શરૂઆતમાં શિલ્પીને દૂધ સપ્લાઈ કરવા માટે કર્મચારી મળતા ન હતા. જેથી તેને સવારના 3 વાગ્યામાં ખેતરમાં જવું પડતું હતું, તે પોતાની સુરક્ષા માટે ચપ્પુ તથા મિર્ચ સ્પ્રે રાખતી હતી. હાલમાં તેના ગ્રાહકોની સંખ્યા કુલ 500 થઈ ગઈ છે.
શરૂઆતમાં શિલ્પાએ જોયું હતું કે, ખેડૂતો ગાયને લીલો ઘાસચારો આપવાની જગ્યાએ રેસ્ટોરન્ટનો વધેલો એઠવાડ ખવડાવતા હતા. શિલ્પીએ ઘરે-ઘરે જઈને ખેડૂતોને સમજાવ્યું હતું કે, જો ગાયને જેવો-તેવો ખોરાક આપવામાં આવે તો દૂધની ગુણવત્તા ઘટી જાય છે તેમજ આવું દૂધ બાળકોને પીવડાવવામાં આવે તો તેમને નુકસાન થાય છે. હવે ખેડૂતો પણ ગાયને સારો ખોરાક આપે છે. શિલ્પાનો નેક્સ્ટ ટાર્ગેટ બને તેમ વધારે લોકો સુધી ગાયનું શુદ્ધ દૂધ પહોંચાડવાનો રહેલો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…