દેવભૂમિ દ્વારકાનો દરિયો થયો ગાંડોતુર- હવામાન વિભાગે કરી મોટી આગાહી

Share post

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશરથી 12 જૂને વરસાદ આવશે

ગુજરાત ઉપર હાલમાં વાદળયુક્ત વાતાવરણ બન્યું છે. સાઉથ-વેસ્ટ દરિયાઇ ભેજયુકત પવનોથી વરસાદને અનુકૂળ વાતાવરણ બનતા વરસાદ વરસ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં આગામી 24 કલાકમાં ડેવલપ થનાર લો પ્રેશર સિસ્ટમથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ 21 જૂને સમગ્ર ગુજરાતમાં પુન:વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ એટલેકે, 21, 22, 23 જુને ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં વાતાવરણને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનીક સરક્યુલેશની અસરને પગલે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ગુજરાતમાં 21 અને 22 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ‌ ‌ગુજરાતમાં‌ ‌ભારે‌ ‌વરસાદની‌ ‌આગાહી‌ કરવામાં આવી છે. આગામી 3 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યો કરંટ 

દ્વારકાના દરિયામાં પવન સાથે ભારે કરંટ જોવા મળ્યો

દ્વારકાના વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તેમજ દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાના મોજા  15 ફૂટ ઊંચા ઉછળી રહ્યાં છે. ભડકેશ્વર મંદિરમાં પર મોજા ઉછળતા અદભૂત નજારો સર્જાયો હતો.

જૂનાગઢમાં માંગરોળના દરિયામાં જોવા મળ્યો કરંટ

જૂનાગઢના માંગરોળના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં કરંટ હોવાથી દરિયાના મોજા ઉંચા ઉછળી રહ્યાં છે. તો બીજી તરફ દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.

આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

દેશમાં ચોમાસુ સામાન્યપણે આગળ વધી રહ્યું છે અને કર્ણાટક અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ચોમાસું સક્રિય થઇ ચુક્યું છે. ભારતીય હવામાન વિભાગના નાયવું મહાનિદેશક આનંદ શર્માએ જણાવ્યું છે કે, ‘દેશમાં ચોમાસું સામાન્યવત આગળ વધી રહ્યું છે. કર્ણાટક અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ચોમાસુ સક્રીય થઇ ચુક્યું છે. હવે ઓડિસાના બાકીના વિસ્તારમાં પણ સક્રીય થશે. આગામી 48 કલાકમાં ચોમાસુ છત્તીસગઠ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ મધ્યપ્રદેશ અને બિહારમાં સક્રિય બને તેવા સંકેત છે.’

ગુજરાતમાં 21 અને 22 જૂને ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઉપર અપર એર સાઇક્લોનિક સિસ્ટમ સર્જાતા વરસાદ થયો છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે.

કયાં પડશે વરસાદ?

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 21 જૂને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, નવસારી, દાદરાનાગર હવેલી, વલસાડ, સુરત, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર સહીત ભારે પવન સાથે વરસાદ આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ રાજ્યમાં 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેવાનું હવામાને જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની રાહત મળ્યા બાદ ચોમાસુ પ્રિમોન્સૂન એક્ટિવીટી ચાલુ થઈ ગઈ છે. ગુજરાતમાં હાલની સ્થિતિ જોતાં આગામી સમયમાં પણ હજુ બે દિવસ સુધી વરસાદી માહોલ રહી શકે છે. વેધર અપડેટ મુજબ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ મા વરસાદી એક્ટીવીટી જોવા મળી. હાલમાં આગોતરા અંદાજ મુજબ બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબી સમુદ્રની સંયુક્ત અસરથી આગળના સમયમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. હજુ 3 દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…