fbpx
Thu. Aug 22nd, 2019

વરસાદને લઈને ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી…

અડધો અષાઢ મહિનો વીતિ ગયો છતાંયે મેઘરાજા ગુજરાતમાં ડોકિયું કરવાનું નામ પણ નથી લઈ રહ્યાં.  આકાશ તરફ મીટ માંડીને બેઠેલો જગતના તાતની પણ હિંમત તુટી રહી છે. હવે હવામાન વિભાગે કરેલી આગાહી વરસાદ ઝંખતા ગુજરાતના લોકોના ભાલે ચિંતાની રેખાઓ ઉપસાવનારી છે.

હવામાના વિભાગે રાજયમાં વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની શક્યતા પણ અમદાવાદમાં હજુ આગામી 3 દિવસ સુધી વરસાદ પડવાના કોઈ જ એંધાણ નથી.

રાજ્યમાં હજુ પણ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. હાલ કોઈ જ સિસ્ટમ ન બનતા સારા વરસાદની આશા નહીવત્ છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. આ સિવાય રાજ્યમાં ક્યાંય વરસાદ થવાની શક્યતા નથી. અમદાવાદમાં તો હજુ આગામી 3 દિવસ સુધી વરસાદ નહીં જ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ભર ચોમાસે ઉનાળા જેવો માહોલ છે. લોકો ગરમીમાં શેકાઈ રહ્યાં છે. તરસી ધરા મેઘ ઈચ્છી રહી છે. ખેતરમાં પાક સુકાઈ રહ્યો છે. નદીઓ, તળાવ, ડેમમાં પાણીના તળિયા દેખાઈ રહ્યાં છે ત્યારે વરસાદ ખેંચાવવો રાજ્યની જનતા માટે ચિંતાનો વિષય બન્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…