Mon. Jul 13th, 2020

ઉત્તર અને મધ્ય ગુજરાતની આઠ નદીઓમાં છોડાયા નર્મદાના નીર, લાખો ખેડૂતોને ફાયદો

Share post

ગુજરાતમાં આવેલ સરદાર સરોવર નર્મદા યોજનામાં મધ્યપ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેકટ ચાલુ હોઈ મધ્યપ્રદેશમાં થી પાણી છોડવાના કારણે મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. આ આવકને પરિણામે ખેડૂતો અને પશુપાલકો ને પાણી પૂરૂ પાડવા માટે રાજય સરકાર દ્વારા નર્મદા મુખ્ય કેનાલ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યુ છે. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતની દશ પૈકી આઠ નદીઓમા નર્મદાના નીર છોડવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે આ વિસ્તારના લાખ્ખો ખેડૂતોને સિચાઈની સુવિધા અને પશુપાલકોને પશુઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે.

10 નદીઓમાં પાણી છોડવાની વ્યવસ્થા કરાઈ

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છેકે, નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી હયાત એસ્કેપ સ્ટ્રકચરનું સંચાલન કરી હેરણ, દેવ, કરાડ, કુન, વાત્રક, મેશ્વો, સાબરમતી, રૂપેણ, પુષ્પાવતી તથા બનાસ મળી કુલ 10 નદીઓમાં નર્મદાના પાણી છોડવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તે માટે નર્મદા મુખ્ય નહેરમાં પાણીનું વહેણ 11000થી વધારીને 13000 ક્યુસેક કરવામાં આવ્યું છે.

8 નદીઓમાં પાણી છોડવાનું શરૂ કરાયુ

હાલ આ નદીઓ પૈકીની હેરણ , દેવ , કરાડ , કુન , વાત્રક , સાબરમતી , રૂપેણ અને બનાસ મળી 8 નદીઓમાં 1806 ક્યુસેક પાણી છોડવાનું શરુ કરી દેવાયુ છે જયારે મેશ્વો અને પુષ્પાવતી નદીમાં ટૂક સમયમાં પાણી છોડવામાં આવશે.જેના પરિણામે ખાસ જરૂરિયાતના સમયે ના નદીઓમાં નર્મદાનું પાણી ઉપલબ્ધ થવાથી આ વિસ્તારના ખેડૂતોને અને પશુપાલકોને લાભ થશે સાથે સાથે ભૂગર્ભ જળ રીચાર્જ થશે અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી આ વધારાનું પાણી પસાર થતા જળવિદ્યુત ઉત્પાદનમાં પણ વધારો થશે .

આજે નર્મદા ડેમમાં પાણીની સપાટી 126.77 મીટરે છે અને ડેમમાં પાણીનો જીવંત જથ્થો 2481.60 મી.ધન.મીટર હોઈ આ પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. હાલમાં જળાશયમાં પાણીનાં ઉપલબ્ધ જથ્થાને લક્ષમાં લઈ આ નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેથી સુકી નદીઓ રીચાર્જ થશે અને નદીની આજુબાજુનાં વિસ્તારનાં કુવાઓ રીચાર્જ થશે તેથી આજુબાજુનાં ગામોમાં ઘરવપરાશ તેમજ પશુઓ-ઢોર-ઢાંખર માટે પાણી ઉપલબ્ધ થશે. નર્મદા નદી માં સરદાર સરોવરના હેઠવાસમાં પાવરહાઉસનું પાણી છોડીને લોકોને રાહત પહોંચાડવામાં આવી રહી છે જેનાથી દરિયાની ખારાશનો ફેલાવો નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post