વિડીયો દ્વારા જુઓ કે ચોર કેવી-કેવી રીતે વિવિધ જગ્યાએથી કરે છે લાખોની ચોરી, CCTV થયા વાયરલ
અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ અમુક ચોરો એવા બેવકૂફ હોય છે કે, જો તમે એ લોકોની ચોરી કરવાની રીત એક વખત જોઈ લો તો તમે તમારું હસવું રોકી શકશે નહીં. પરંતુ દરેક ચોર એવા બેવકૂફ હોતા નથી, અમુક ચોરો ખૂબ જ શાતિર રીતે ચોરી કરતા હોય છે. આવા ચોરો તમારી આસપાસ પણ હોઈ શકે છે. આવા ચોરો તમને ક્યારેય ચૂનો લગાવી દે તે તમને ખબર પણ ન પડે. આવા લોકો થોડા સમયમાં જ લાખો કરોડોની ચોરી કરી લેતા હોય છે.
દિલ્હીમાં ચોરોએ ચોરી કરવાની એક નવી રીત શોધી છે. જેમાં ચોર ટ્રાફિક જામ દરમિયાન તમારા બેગ માંથી ચોરી કરી લે છે. તમને તેના વિશે ખબર પણ હોતી નથી. ટ્રાફિક જામ દરમ્યાન એક બાઈક સવાર બેગ પહેરીને જઈ રહ્યો હતો. તે દરમિયાન ચોર પાછળથી આવીને બેગની ચેઈન ખોલી ને વસ્તુની ચોરી કરી લે છે. પરંતુ બાઈક સવારને તેના વિશે જાણ પણ થતી નથી. મોટા મોટા શહેરોમાં આ પ્રકારની ચોરી ખૂબ જ થતી હોય છે. લોકો ચોરને ચોરી કરતા પણ જોતા હોય છે તેમ છતાં પોલીસને પણ બોલાવતા હોતા નથી.
તમે ઘણી વખત સાંભળ્યું હશે કે, ગાડીના કાચ તોડી ને ચોર ગાડીમાં રહેલી કીમતી વસ્તુઓની ચોરી કરી લેતા હોય છે. આવી જ એક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં ગાડીમાં ડ્રાઇવર હોય છે. ત્યારે એક વ્યક્તિ ડ્રાઈવર પાસે જાય છે અને સામાન્ય માણસની જેમ ડ્રાઈવરને કહે છે કે, તમારા પૈસા બહાર પડી ગયા છે. ત્યાર પછી એ વ્યક્તિ શરીફ હોવાની એક્ટિંગ કરીને આગળ નીકળી જાય છે. થોડા સમય પછી ડ્રાઇવર તે પૈસા લેવા નીચે ઉતરે છે તે દરમિયાન ગાડી ની પાસે ઉભેલો હોય તે બીજો ચોર ગાડીમાં રહેલી કીમતી વસ્તુ ની ચોરી કરીને નીકળી જાય છે.
આવી જ બીજી એક ઘટના 2019 માં બની હતી જે ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પાંચ વ્યક્તિ આવીને સોની દુકાન તોડવાનો પ્રયાસ કરી રહ્યા હોય તે દરમ્યાન એક વ્યક્તિ શોલ દ્વારા શટર પોતાની તરફ ખેંચે છે અને લોક તોડી નાખે છે. ત્યાર પછી સામાન્ય માણસની જેમ દુકાનની અંદર જઈને ચોરી કરી લે છે. રાજકોટમાં આવી જ એક ઘટના બની હતી જેમાં છ મહિલાઓ એકસાથે સોનીની દુકાને જઇને સોનાની ચોરી કરી લેતી કેમેરામાં જોવા મળી હતી. આ ગેંગ દુપટ્ટા ગેમ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનામાં છ મહિલા માથા ઉપર દુપટ્ટો નાખીને એક સાથે દુકાનમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી ચાર મહિલા દુકાનદાર સાથે વાતચીત કરી રહી હોય તે દરમ્યાન એક મહિલા 20,000 રૂપિયાની ચોરી કરી લે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…