ચેતવણી: 17 કરોડ પાનકાર્ડ ઉપર સંકટ, 31 માર્ચ બાદ થઇ જશે રદ

Share post

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) એ દેશના 17 કરોડ લોકોને મોટી ચેતવણી આપી છે.ડિપાર્ટમેન્ટે કહ્યું કે જો પાનકાર્ડ ને 31 માર્ચ 2020 સુધી આધારકાર્ડ સાથે નથી જોડવામાં આવતુ તો તે રદ થઇ જશે.

સીબીડીટીના અનુસાર27 જાન્યુઆરી 2020 સુધી 3.75 કરોડ પાનને પહેલેથી જ આધાર કાર્ડ સાથે જોડી દેવામાં આવ્યા છે. જોકે 17.58 કરોડ પાનકાર્ડ હજુ પણ 12 આંકડા વાળા આધારકાર્ડ સાથે જોડવાના બાકી છે.

હકીકતમાં આયકર કાયદાની ધારા 139એએ(2) અનુસાર 1 જુલાઈ 2017 સુધી જે લોકો પાસે પાનકાર્ડ છે અને આધારકાર્ડ છે તેમણે આધાર સંખ્યા વિશે ટેક્ષ પ્રાધિકરણને જાણકારી આપવી પડશે.

અહીંયા જણાવી દઈએ કે પાનકાર્ડ અને આધારકાર્ડ ને જોડવાની સમયમાં ઘણી વખત વધારો કરવામાં આવ્યો અને હાલમાં સમયસીમા 31 માર્ચ 2020 ના રોજ પૂરી થઈ જશે. હાલ તો જાણીએ કે કેવી રીતે આધાર અને પાનકાર્ડ ને લિંક જાતે જ કરી શકાય છે…

આ છે પાનકાર્ડ આધારકાર્ડ અને લિંકિંગ કરવાની પ્રોસેસ

સૌથી પહેલા ઇન્કમટેક્સ ની વેબસાઈટ incometaxindiaefiling.gov.in પર જવું પડશે.

અહીંયા ડાબી બાજુ તમને આધાર લીંક નો વિકલ્પ દેખાશે.

તેના પર ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે છે, તેના પર લાલ રંગમાં લખ્યું હશે click here.

જો તમે પહેલેથી જ પોતાનું આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક કરી લીધું છે તો તેનું સ્ટેટસ આના પર ક્લિક કરી વેરીફાઇ કરી શકો છો.

જો લિંક થયેલું નથી તો click here ના નીચે આપેલા બોક્સમાં પાનકાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, પોતાનું નામ અને નીચે છાપવામાં આવેલ કી વર્ડ કરવો પડશે.

તેના પછી લિંક આધાર પર ક્લિક કરવાનું રહેશે. આના સાથે જ લિંગ ની પ્રોસેસ પૂરી થઈ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post