fbpx
Thu. Aug 22nd, 2019

જો તમે હજુ સુધી ચુંટણીકાર્ડ નથી બનાવ્યું તો હવે ઘરે બેઠા ચૂંટણી કાર્ડ મળશે

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે, બહુમત સાથે નરેન્દ્ર મોદી ફરીવાર પ્રધાનમંત્રી બની ગયા છે ત્યારે ઘણા એવા મિત્રો હશે જેમને ૧૮ વર્ષ પુરા થયા છે અને વોટીંગ કાર્ડ કઢાવ્યા નથી તો તેમના માટે આ પોસ્ટ ખાસ વાંચવા લાયક છે તો આ પોસ્ટ વાંચીને શેર કરજો જેથી આવનારા લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવા માટે અને અનેક સરકારી યોજનાઓના લાભ માટે મતદાન કાર્ડ કઢાવી શકાય

આ વખતે અંદાજિત ૯૦ કરોડ જેટલા વોટર્સ સરકાર ચૂંટવામાં પોતાનું મતદાર યાદીમાં આવ્યા હતા. તેમાં પ્રથમ વખત વોટ આપવા જનાર મતદારોની સંખ્યા 1.5 કરોડ જેટલી હશે.

જો તમારા 18 વર્ષ પૂરા થઈ ગયા છે અને તમારું ચુંટણીકાર્ડ હજુ સુધી નથી બન્યું તો તેના માટે સરળ ઉપાયો આવી ગયા છે.

હવે તમે “મતદાતા ઓળખપત્ર” પણ મતદાન કરી શકશો.

ઓનલાઈન ચૂંટણી કાર્ડ બનાવો :-

ઓનલાઈન ચૂંટણી કાર્ડ બનાવવા માટે તમારે ચૂંટણી પંચની વેબસાઇટ https://www.nvsp.in/forms/Forms/form6?lang=en-GB પર જઈને ફોર્મ ભરવાનું રહેશે.

આ ફોર્મમાં તમારે પોતાનું લોકસભા ક્ષેત્ર અને જિલ્લા અંગેની સૌપ્રથમ માહિતી આપવાની રહેશે.

ત્યારબાદ તમારું સરનામું,પીનકોડ નંબર અને રાજ્ય ની માહિતી આપવાની રહેશે.

ત્યારબાદ તમારી પાસેથી ઉંમર નું પ્રમાણપત્ર માગવામાં આવશે. જન્મ પ્રમાણપત્ર માટે પાસપોર્ટ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ, લાઇસન્સ વગેરે ચાલશે.

ત્યારબાદ તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે.

તમારા રહેઠાણના પ્રમાણપત્ર માટે પાસપોર્ટ,બેંકની પાસબુક,રેશનકાર્ડ,રેન્ટ એગ્રીમેન્ટ,પાણી બિલ,ટેલિફોન બિલ,લાઇટ બિલ,ગેસ કનેક્શન બિલ વગેરે ચાલશે.

આબાદ કેપ્ચા ભરવાના રહેશે અને ફોર્મ જમા થઈ જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…