મોટાભાગના લોકોમાં જોવા મળે છે વિટામીનની ઉણપ, આ આહારનું સેવન કરવાથી…

Share post

હાલની જીવનશૈલી અને ખાવાની ખોટી ટેવના કારણે મોટાભાગના લોકોમાં વિટામિનની ઉણપ જોવા મળે છે. વિટામિન બી-12 શરીરનું મેટાબોલિઝ્મ વધારીને થાકથી દૂર રાખે છે. આ સાથે તે શરીરને બ્રેસ્ટ, ક્લોન, લંગ અને પ્રોસ્ટ્સ કેન્સરથી પણ દૂર રાખે છે. આમ, જો તમારામાં વિટામિન બી-12ની કમી હોય તો તમારે ચોક્કસપણે તે વિશે ધ્યાન આપવું જોઇએ. જો તમે તંદુરસ્ત રહેવા માંગતા હોવ અને રોગોથી પણ દૂર રહેવા માંગતા હોવ તો તમારે અવશ્ય વિટામિન બી-12 મળી રહે તેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ.

1. દહીં

સામાન્ય રીતે દરેક લોકોના ઘરમાં દહીં સહેલાઇથી મળી રહે છે, જો તમને પણ વિટામિન્સની ઉણપ હોય તો દહીં ખાવું વધારે ફાયદાકારક હોય છે. દહીંમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી-1, બી-2 અને બી-12 હોય છે, તેમાં પણ જો દહીં લો ફેટવાળું હોય તો તે વધારે ફાયદાકારક છે. બની શકે તો ફ્લેવર્ડ દહીં લેવાનું ટાળવું જોઈએ.

2. ઓટમીલ

ઓટમીલનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. ઓટ્મીલમાં ફેટની માત્ર પણ વધારે હોય છે, અને કુપોષણથી પીડાતા લોકોએ પણ ઓટમીલનું સેવન કરવું જોઈએ. સવારે બ્રેકફાસ્ટમાં ઓટમીલ ખાવાથી પોષણ અને વિટામિન બંને મળે છે, એટલું જ નહીં તેમાંથી સારા એવા પ્રમાણમાં વિટામિન બી-12 પણ મળી રહે છે.

3. સોયા પ્રોડક્ટ્સ

સોયાની દરેક પ્રોડક્ટ જેવી કે સોયાબીન, સોયા દૂધ કે સોયા પનીર-ટોફુ એ દરેકમાં વિટામિન બી-12 સારી એવી માત્રામાં મળી રહે છે. સોયાની દરેક વસ્તુઓમાં ભરપુર માત્રામાં વિટામિન્સ આવેલા હોય છે, જેના સેવનથી પણ સ્વાસ્થ્ય ખુબ સારું રહે છે.

4. દૂધ

ઘણા લોકો એવા હોય છે જને દૂધ ખુબ પસંદ હોય છે, અને બીજીતરફ કેટલાય લોકો એવા હોય છે કે, જેને દૂધ થોડું પણ પસંદ નથી. ખરેખર દૂધમાંથી એટલા પોષકતત્વો મળે છે કે, દૂધ લોકોને સ્વાસ્થ્યમાં ખુબ મદદગાર સાબિત થાય છે. ફુલ ફેટવાળાં દૂધમાં વિટામિન બી-12 ઘણી એવી માત્રામાં હોય છે, જો તમે નોનવેજ ન ખાતા હો તો દૂધ એ બેસ્ટ ઓપ્શન છે વિટામિન બી-12 મેળવવા માટે.

5. ચીઝ

હાલના દરેક ફાસ્ટફૂડમાં જો ચીઝ ન હોય તો લોકોને મજા નથી આવતી, અને એમ પણ ઘણા લોકોને ચીઝ એટલી હદે પંસદ છે કે જેની કોઈ સીમા નથી. ચીઝ પણ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક વસ્તુ માનવામાં આવે છે. સામાન્ય રીતે તમને બજારમાં બાર પ્રકારના ચીઝ મળી રહેશે, જેમાં વિટામિન બી-12 હોય છે, પરંતુ કોટેઝ ચીઝમાં વિટામિન બી-12 સારા એવા પ્રમાણમાં હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post