આ કારણોસર ગુજરાતના ગામોને જંગલ બનાવી દેવામાં આવશે- ખેડૂતોને થઇ શકે છે…

Share post

હાલ સરકાર દ્વારા એક નવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેના કારણે પર્યાવરણમાં વધારો થયા અને હરિયાળી ભર્યું વાતાવરણ જળવાઈ રહે. ગુજરાતના વડોદરા જીલ્લાના આ ગામોને ટેકનોલોજીની મદદથી જંગલો બનવાનું પ્લાનીંગ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ ટેકનીકના ઉપયોગથી જે જંગલ 100 વર્ષમાં તૈયાર થાય છે એ જ જંગલ માત્ર 10 વર્ષમાં તૈયાર થઇ જશે.

ગુજરાત રાજ્યના ગ્રામ વિકાસ વિભાગે ગામોને હરિયાળા બનાવવા રાજ્યની ગ્રામ પંચાયતોને હાલ પ્રાયોગિક ધોરણે સઘન વન ઉછેરની જાપાની મિયાવાકી ટેક્નિકથી દરેક પંચાયત એક પ્લોટમાં જંગલ ઉછેરે એવી ભલામણ કરી છે. હાલ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગામોની જગ્યાઓમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી જંગલો બનાવામાં આવશે. વડોદરા શહેરના સામાજિક વનીકરણ વિભાગે વડોદરાના પાદરા તાલુકાના જલાલપુર ગામમાં અને છોટાઉદેપુર જિલ્લાના પુનીયાવાંટ ગામમાં મિયાવાકી જંગલના બે નિદર્શન પ્લોટનો ઉછેર શરૂ કર્યો છે. કમિશનર વિજય નહેરાએ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે શહેરી વિસ્તારમાં આ પદ્ધતિ હેઠળ 3 લાખ વૃક્ષોના ઉછેરનું આયોજન કર્યું હતું. હવે ગ્રામ વિકાસ કમિશનર તરીકે તેમણે આ પ્રયોગ રાજ્યની પંચાયતો સુધી વિસ્તારી હરિયાળા ગામોની કલ્પના સાકાર કરવાનો પ્રયત્ન આદર્યો છે. કોરોના વચ્ચે ગામડાઓમાં એક ખુબ સારી પહેલ ઉભી કરવામાં આવી છે.

આ ટેકનીકથી 100 વર્ષની ઉંમર હોય એવું જંગલ માત્ર 10 જ વર્ષમાં તૈયાર થઇ શકશે…

ભારતના ખાસ મિત્ર જાપાનના અકિરા મિયાવાકીએ ટુંકા ગાળામાં ઘટાદાર અને ગાઢ જંગલ ઉછેરવાના હેતુસર આ પદ્ધતિ વિકસાવી હતી. દુનિયાના વિવિધ દેશોએ વનસ્પતિ શાસ્ત્રી મિયાવાકીની આ પદ્ધતિ અપનાવી જંગલ નિર્માણ કર્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે,આ ટેકનીકના ઉપયોગથી જે જંગલ 100 વર્ષમાં તૈયાર થાય છે એ જ જંગલ માત્ર 10 વર્ષમાં તૈયાર થઇ જશે. આજે આ પદ્ધતિ હેઠળ ભારત સહિત વિશ્વના ઘણા અન્ય દેશોમાં પણ આવા જંગલો ઉછેરવામાં આવી રહ્યા છે. જેવા કે કેન્યા, ઓસ્ટ્રેલિયા, કોરિયા, જાપાન, અમેરિકા સહિતના દેશોમાં નાના મોટા ઘણા જંગલ ઉછેરવામાં આવી રહ્યાં છે.

આ ખાસ જંગલ ઉછેરવા માટે ત્યાના સ્થાનિક વૃક્ષોની જાણકારી મેળવીને તેમને ઊંચાઈ પ્રમાણે 4 વિભાગોમાં વહેંચવામાં આવે છે. ઝાડીઓ, નાના વૃક્ષો, મધ્યમ કદના વૃક્ષો અને વિશાળ વૃક્ષો, આ પ્રમાણે ક્રમ અનુસાર વાવેતર કરવામાં આવે છે. ફળ ફળાદીનું વન બનાવવું હોય તો ફળાઉ વૃક્ષો વધુ પ્રમાણમાં વાવવામાં આવે છે. પક્ષીઓ અને મધમાખીને આકર્ષનારા વૃક્ષો વાવી તેમને અનુકૂળ વન ઉછેરી શકાય છે. આ જંગલ બનાવતી વખતે પણ અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઉછેર પહેલા યોગ્ય રીતે જમીન તૈયાર કરવી, દૈનિક એકવાર પાણી આપવા સહિત વિવિધ રીતે કાળજી લેવાથી ઓછા સમયમાં ગાઢ જંગલ ઉછેરવાની સરળતા આ પદ્ધતિ આપે છે.

રાજ્યના વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.બી. ચૌધરીએ આ મામલે જણાવતા કહ્યું હતું કે, “એક પ્રયોગ તરીકે મનરેગા હેઠળ વડોદરા જિલ્લાની જુદી-જુદી ગ્રામ પંચાયતોમાં થઈને કુલ 30 હેક્ટર જેટલી જમીનમાં મિયાવાકી જંગલ ઉછેરવાની રૂપરેખા તૈયાર કરી છે. જેમાં હાલના તબક્કે 30થી 35 જેટલી પંચાયતોને જોડવામાં આવશે. આ કામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઉછેરવામાં આવી રહેલો પ્લોટ પંચાયતો માટે માર્ગદર્શક બનશે. પ્રથમ તબક્કાની સફળતાને આધીન આ પ્રોજેક્ટનો વ્યાપ વધારી શકાશે.”

નાયબ વન સંરક્ષક શ્રી કાર્તિક મહારાજાએ જણાવતા કહ્યું હતું કે, પાદરા તાલુકાના જલાલપુર ગામમાં 30×10 મીટર જમીનમાં અને છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાંટમાં 10×10 મીટર જમીનમાં નિદર્શન મિયાવાકી વન ઉછેરવામાં આવી રહ્યું છે. તેની મદદ લઇ જિલ્લાની જે પંચાયતો આ પ્રકારનું જંગલ ઉછેરવા માંગતી હશે એમને રોપા રોપવા, એના માટે ખાડા ખોદવા, જમીનનું ખેડાણ કરવું, પાણી સિંચવું, 5 તબક્કા પૈકી પ્રત્યેક તબક્કા માટે અનુકૂળ વૃક્ષ પ્રજાતિઓ, ક્ષુપ પ્રકારની વનસ્પતિ, વેલાવાળી વનસ્પતિ અને કંદમૂળની વાવેતર માટે પસંદ કરવી, ઉછેર દરમિયાન લેવાની કાળજી આ તમામ બાબતોનું માર્ગદર્શન આપશે. આ માર્ગદર્શન ખેડૂતો માટે ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે છે એવું ત્યાના લોકોનું માનવું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…