400 વર્ષ જુના વ્રુક્ષને બચાવવા ગામના લોકોએ એવું કામ કરી બતાવ્યું કે સરકારને બદલવો પડ્યો પોતાનો પ્લાન

Share post

ઘણાં લોકો પર્યાવરણપ્રેમી હોય છે. પર્યાવરણનાં પ્રેમને લઈને એક ઘટના સામે આવી રહી છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં આવેલ ભોસે ગામમાં 400 થી પણ વર્ષ જૂનું વડનું વૃક્ષ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. અહીંયા નિર્માણાધીન હાઈવેનો સર્વિસ-રોડ પણ તેની પાસેથી પસાર થાય છે. આની માટે વૃક્ષને કાપવાની યોજના પણ બનાવવામાં આવી રહી હતી. પરંતુ ગ્રામજનોએ તેમજ પર્યાવરણવાદી કાર્યકર્તાઓએ પણ તેનો વિરોધ કર્યો હતો.

વિરોધને સતત વધતો જોઈને વૃક્ષને વિશે જ્યારે રાજ્યના પર્યાવરણ-મંત્રી આદિત્ય ઠાકરેને જાણ કરવામાં આવી તો ત્યારે તેઓએ તરત જ એક્શનમાં આવીને કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીને પણ વાતની જાણ કરી અને આ વૃક્ષને બચાવવાની માંગણી પણ કરી હતી. આદિત્ય ઠાકરે સાથે વાતચીત કર્યા પછી નીતિન ગડકરીએ આ વૃક્ષને બચાવવા માટે હાઈવેના નક્શામાં બદલાવ કરીને આ સમગ્ર પ્રોજેક્ટને પૂરો કરવાનો આદેશ પણ આપ્યો છે.

 

આપેલ જાણકારી અનુસાર, નિર્માણાધીન રત્નાગિરી-નાગપુર હાઈવે નંબર-166 સાંગલી જિલ્લાના ભોસે ગામની પાસેથી પસાર થઈ રહ્યો હતો. અહીંયાના ગ્રામજનોએ વૃક્ષને ન કાપવાનો એટલો વિરોધ કર્યો, કે મામલો સીધો જ રાજ્યના પર્યવારણ મંત્રી આદિત્ય ઠાકરે સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદમાં તેમણે હસ્તક્ષેપ કરીને પણ કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીની સાથે વાતચીત પણ કરી અને જૂના વૃક્ષને બચાવવાની ભલામણ પણ કરી હતી.

 

આદિત્ય ઠાકરે લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, 400 વર્ષ જૂનું આ વૃક્ષ કુલ 400 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે, અને તે ઈતિહાસનો એક ભાગ પણ છે. આની ઉપરાંત તે ઘણી પ્રજાતિના પક્ષીઓ અને પ્રાણીઓનું ઘર છે. ઠાકરેએ ત્યારબાદ ટ્વીટ કરીને જાણકારી આપી હતી, કે નીતિન ગડકરીએ પણ તેમની ભલામણ સ્વીકારી લીધી છે, અને હાઈવેના પ્લાનમાં પણ ફેરફાર કર્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post