નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ કાર- ગામના લોકોએ ચાર સુરતના લોકોને બચાવ્યા

Share post

હાલમાં સમ્રગ સૌરાષ્ટ્રમાં વરસાદની મહામારી ચાલી રહી છે. ઘણી જગ્યાએથી પાણીનાં ધસમસતાં પ્રવાહમાં તણાઈ જતાં હોય એવી ઘણી ઘટનાઓ હાલમાં સામે આવી રહી છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.

નવસારી જિલ્લામાં આવેલ પૂણી ગામમાં એક કાર લો લેવલ પુલ પર અંબિકા નદીનાં ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. કારમાં સવાર કુલ 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નદીની સપાટીમાં સતત વધારો જોવાં મળી રહ્યો છે. હજુ પ્રવાહમાં વધારો થાય કાર નદીમાં તણાઈ જાય એવી શક્યતા રહેલી છે. જો, કે કારને દોરડા વડે બાંધી દેવામાં આવેલી છે.

કાર નદીમાં તણાઈ જાય એવી સંભાવના નવસારી જિલ્લાની અંબિકા નદી બંને કાંઠે હાલમાં વહી રહી છે. નવસારી જિલ્લામાં આવેલ પૂણી ગામ તેમજ નોગામા ગામને એમ બન્નેને જોડતાં પુલ પરથી અંબિકા નદીનાં પાણી ફરી વળતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ દરમિયાન હાલમાં જ સુરતમાં કાર ચાલકની સાથે જ કુલ 4 લોકોની કાર પુલ પર પાણીનાં ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. ગ્રામજનોએ કાર ચાલક સહિત કુલ 3 લોકોને ઉગારી પણ લીધા છે.

સમગ્ર નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે અંબિકા, કાવેરી સહિત ઘણી નદીઓ બંને કાંઠે વહી રહેલી છે. નદીઓની સપાટીમાં સતત વધારો થઈ જતાં નવસારી જિલ્લામાં આવેલ ઘણાં કોઝ-વે પાણીમાં ડૂબી પણ થઈ ગયેલાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post