રૂપાણી સરકારે રજૂઆત ન સ્વીકારી તો ગામલોકોએ મળીને એવું કાર્ય કરી બતાવ્યું કે, જાણીને ગર્વ થશે

Share post

‘પ્રગતિશીલ વિકાસ’ આવું સાંભળ્યું હશે અને હજૂ પણ સાંભળતા હશો પણ જાહેરાતોમાં તથા નેતાઓના ભાષણમાં દેખાતા વિકાસની હકીકત શું છે તે આજે અમે આપને જણાવીશું. કારણ કે, એક એવું ગામ છે કે, જ્યાં લોકોએ શહેર સુધી પહોંચવા માટે કુલ 35 કિમિ ફરવું પડે નહી એની માટે જાતે કાચો પુલ બનાવવી નાંખ્યો છે.

જુઓ કેવી છે આ ભાષણો વાળા વિકાસની હકીકત વાસ્તવિક્તા… ફક્ત જાહેરાત તથા અને ભાષણોવાળો વિકાસ… કારણ કે, વિકાસની હકીકત દર્શાવતી તસવીર તો અહીં તમે તમારી આંખ સામે જોઈ શકો છો. આ તસવીર આપણા ગુજરાતની છે. જ્યાં વિકાસ ન પહોંચતા લોકોએ જાતે જ માટી તેમજ પથ્થરથી પુલ બનાવી નાંખ્યો છે.

નર્મદા જિલ્લામાં આવેલ ડેડિયાપાડામાં કરજણ નદી પર ફુલસર ગામના લોકોએ જાતે જ પુલ બનાવવાની જરૂર પડી છે. કારણ કે, વર્ષોથી નદી પર પુલ ન હોવાને લીધે લોકોને ડેડિયાપાડા જવા માટે કુલ 40 કિમીનું અંતર કાપવું પડતું હતું. જ્યારે નદી પર પુલ બને તો ફક્ત 6 કિમીના અંતરે ડેડિયાપાડા પહોંચી શકાય છે.

આટલું જ નહીં પણ આ પુલ બનવા પર ફુલસર, કંજાળ, ટેકવાળા, ડેબાર, પાંચ ખાડીના સહિત અનેક ગામોને લાભ થઈ શકે છે. ઘણાં વર્ષોથી અહીંના લોકોનો અવાજ કોઈ સાંભળતું નથી. તેઓ હવે રજૂઆત કરી-કરીને થાક્યા હોવાંથી ગ્રામજનોએ જાતે જ પથ્થરો તથા માટીની મદદથી કાચો પુલ બનાવી નાંખ્યો છે.

જો કે, પુલ ફક્ત 1 વર્ષનું જ મહેમાન છે. કારણ કે, ચોમાસું આવતા ફરી માટી પાણીમાં ધોવાઈ જશે. તેવા સમયમાં ગ્રામજનોની માંગ છે કે, સરકાર અહીં પાકકો પુલ બનાવે કે, જેથી અનેક ગામડાઓની સમસ્યાઓનું સમાધાન થઈ શકે. આ ગામડાઓ પણ વિકાસશિલ ગામડાની હરીફાઈમાં આવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post