કષ્ટભંજનનો અવતાર ગણાતા અબોલ વાંદરાને ગામના લોકોએ માર્યો ઢોર માર અને પછી… વિડીયો થયો વાયરલ

Share post

પીલીભિતના મેથી સૈદુલ્લાગંજ ગામમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં કેટલાક ગ્રામજનોએ વાનરને પકડ્યો હતો. પહેલા વાંદરાને જબરદસ્ત રીતે માર મારવામાં આવ્યો. ત્યારબાદ તેના પર કાળો રંગ છાંટવામાં હતો. વાંદરા સાથેની આ હરકતનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વાનરને દોરડાથી બાંધવામાં આવ્યો હતો અને તેની ગરદન દબાવવામાં આવી હતી. તે દોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે પણ તે દોડવા માટે સક્ષમ નથી. લોકો તેને સતત ત્રાસ આપી રહ્યા છે અને જોરજોરથી હસી રહ્યા છે. લોકો વાંદરા પર કાળો રંગ લગાવતો રહ્યો. પરંતુ આ સમય દરમિયાન વાંદરો પોતાનો જીવ બચાવ્યા બાદ કોઈક રીતે છટકી ગયો હતો.

આ વીડિયો બે કે ત્રણ અઠવાડિયા પહેલાનો કહેવામાં આવી રહ્યો છે, જ્યારે આ વીડિયોની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે 13 જુલાઈનો છે. વીડિયો વાયરલ થયા પછી વહીવટી તંત્ર કાર્યવાહીમાં લાગી ગયું હતું અને આરોપીની ધરપકડ કરી હતી. નિયમો અનુસાર આ કેસમાં 6 ગામલોકોને 60 હજાર રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અત્યારે વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વાંદરા સાથે કરવામાં આવતી ક્રૂરતા અંગે લોકોમાં ભારે રોષ છે. સોશિયલ મીડિયા પર આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કિસ્સામાં, ડીએફઓ સંજીવ કુમાર કહે છે કે વહીવટ આવી કોઈ પણ કાર્યવાહી સામે કડક કાર્યવાહી કરશે. કોઈ પણ સંજોગોમાં ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.

આ અગાઉ પણ તેલંગાણાનો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાં કેટલાક લોકોએ વાંદરાને માર માર્યો હતો. પછી તેની હત્યા કરી અને તેને ઝાડ પર લટકાવી દેવાયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post