આ ગામ માંથી એવી કિંમતી વસ્તુ નીકળી કે, ગામના લોકોએ આખો પહાડ ખોદી નાખ્યો- જુઓ વિડીયો

\સોશિયલ મીડિયામાં અવારનવાર કેટલીક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ એવી એક ઘટના સામે આવી રહી છે કે, જેને જાણીને આપને પણ ખુબ આશ્વર્ય થશે. નાગાલેન્ડના એક ગામમાં કથિત રીતે હીરાથી ભરેલ પહાડની જાણકારી મળતા હોબાળો મચી ગયો હતો. સોશિયલ મીડિયા પર હીરના પહાડના ખોદકામનો વીડિયો વાયરલ થયા પછી સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભૂવિજ્ઞાન તેમજ ખોદકામ વિભાગની ટીમો સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે.
નાગાલેન્ડના મોન જિલ્લામાં આવેલ વાનચિંગ ગામમાં ગ્રામીણોનો વીડિયો ખુબ વાયરલ થયો છે. ગામના જ એક પહાડ પર હીરા મળ્યાની વાત જંગલમાં આગની જેમ ફેલાઇ ગઈ હતી તેમજ મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચીને ખોદકામ કરવા લાગ્યા હતાં. વિભાગના નિર્દેશક એસ માનેન એ જણાવ્યું હતું કે, આ આખા કેસની તપાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જ રજૂ કરવાની કોશિષ રહેશે.
મોનના ડેપ્યુટી કમિશ્નર થવસેલનને આ સંબંધમાં જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ ઘટના એક અઠવાડિયા પહેલાં બની છે. જંગલમાં કામ કરતાં કેટલાંક ગ્રામજનોને ક્રિસ્ટલનુમા પથ્થર મળ્યો હતો. ત્યારપછી ગામના અન્ય લોકોને કહ્યું હતું કે, આ હીરો હતો. જો કે, અધિકારીઓને ગ્રામીણોના આ દાવા પર શંકા રહેલી છે.
હીરો હોવાના દાવા કરી રહેલ આ પથ્થર બિલકુલ ફર્શ પર મળ્યા હતા. જેથી આ પથ્થર હીરા હોવા પર શંકા થઇ રહી છે. આ પથ્થરોના ક્વાર્ટઝ ક્રિસ્ટલ હોવાની આશા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે, ક્વાર્ટઝના પણ કેટલાંક ગુણ દેખતા એનાથી લાભ મળવાની આશા વ્યકત કરવામાં આવી રહી છે.
Villagers digging for diamonds. The place is believed to to at #Wangching village in Nagaland. pic.twitter.com/smQwTBCh99
— Naorem Mohen (@laimacha) November 26, 2020
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…